મધ્ય પૂર્વમાં યુદ્ધની સંભાવનાઓ વચ્ચે દુનિયાભરના પ્રવાસીઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વિમાની સેવા પુરી તહે રદ થઈ રહી છે.
આ સ્થિતિમાં રાજસ્થાનના 61 નાગરિકો જ્યોર્જિયામાં ફસાઈ ગયા છે. તેઓ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા 8 જૂને આયોજિત રેસિડેન્શિયલ રિફ્રેશર કોર્સમાં ભાગ લેવા માટે ત્બિલિસી ગયા હતા. તેઓ 13 જૂને પરત ફરવાના હતા. પરંતુ યુદ્ધના ભય વચ્ચે તમામ ફ્લાઇટો રદ થતાં તેઓ ત્યાં જ અટવાઈ ગયા છે.
ફસાયેલા નાગરિકોમાં મહિલાઓ અને ત્રણ બાળકો પણ સામેલ છે. તેઓએ હાલ સ્થાનિક સંસ્થાઓ અને ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો છે. સાથે જ, જેલસમેરના સીએ ભાવિક ભાટીયાએ PMO અને વિદેશ મંત્રાલયને ટ્વિટ કરીને તરત મદદની માંગ કરી છે.
🛑 યુદ્ધના ભણકારા:
જેમ જેમ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ઊંડો થતો જાય છે, તેમ તેમ યુદ્ધની પરિસ્થિતિ સ્પષ્ટ થતી જાય છે.
13 જૂનના રોજ ઈઝરાયલે “ઓપરેશન રાઈઝિંગ” અંતર્ગત ઈરાનના પરમાણુ અને સૈન્ય ઠેકાણાઓ પર હૃદયવિદારક હુમલા કર્યા.
મોસાદ દ્વારા ઈરાનમાં ઘુસાડવામાં આવેલા 200 ડ્રોન સિસ્ટમ દ્વારા પ્રથમ જ સંરક્ષણ તંત્ર ઠપ પાડવામાં આવ્યું. ત્યારબાદ 200 ફાઈટર જેટ અને ડ્રોન દ્વારા 100થી વધુ સ્થળો પર બોમ્બમારો કરવામાં આવ્યો.
આ હુમલામાં અંદાજે 100ના મોત થયા છે અને 400થી વધુ ઘાયલ થયા છે. મરણ પામનારા પૈકી 20 કમાન્ડર, 6 પરમાણુ વૈજ્ઞાનિકો અને ઈરાનના ટોચના લશ્કરી અધિકારીઓ પણ સામેલ છે.
🇮🇳 ભારતીઓ માટે ચિંતા:
આ સંઘર્ષના લીધે અનેક એરલાઈન્સે ફ્લાઇટ સર્વિસ બંધ કરી દીધી છે. તેથી વિદેશોમાં ફસાયેલા ભારતીયો માટે સ્થિતિ વધુ નાજુક બની રહી છે. સરકાર તરફથી રાહત કામગીરી શરૂ થઈ હોવા છતાં તાત્કાલિક પગલાં જરૂરી બન્યા છે.
