12 થી 17 જૂનઃ 83 ફ્લાઇટ રદ,બોઈંગ ની 66 ફ્લાઇટ્સ નો સમાવેશ

12 જૂનથી 17 જૂન 2025ના સમયગાળામાં, સવારે 6 વાગ્યા સુધી, એર ઇન્ડિયાની કુલ 83 ફ્લાઇટ્સ રદ થઈ હતી. આમાંથી મોટા ભાગે એટલે કે 66 ફ્લાઇટ્સ બોઇંગ 787 વિમાનો હતી.

DGCAએ આ સંજોગોમાં તરત જ પગલું લઈ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. બંને વિમાન કંપનીઓ દરરોજ 1000થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ ચલાવે છે.

આ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશનલ સ્થિરતાનું મૂલ્યાંકન કરવું હતું. સાથે જ મુસાફરોની સલામતી અને સેવા ધોરણોનું પાલન થતું રહે તે પણ મહત્વનું હતું.

ચર્ચા દરમિયાન કુલ 7 મુખ્ય મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ખાસ કરીને નિયમનકારી પાલન જાળવવું, ઓપરેશનલ વિશ્વસનીયતા સુધારવી અને મુસાફરોની અસુવિધા ઘટાડવી પર ભાર મુકાયો હતો.

આ બેઠક દ્વારા DGCAએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે વિમાન વ્યવસ્થાપન અને મુસાફર સેવા સંબંધિત મામલાઓમાં કોઈ બેદરકારી ચલાવવી યોગ્ય નથી.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર