શનિવારે રાત્રે, એક એવી ઘડી જ્યારે દુનિયા ઊંઘમાં ગરકાવ હતી, ત્યારે અમેરિકાએ એક ઐતિહાસિક અને ચોંકાવનારું લશ્કરી પગલું ભર્યું. “ઓપરેશન મિડનાઈટ હેમર” અંતર્ગત માત્ર 25 મિનિટમાં ઈરાનના ત્રણ મહત્વપૂર્ણ પરમાણુ મથકો પર અમાનવીય બોમ્બ વિસ્ફોટ કર્યા ગયા.
પહેલા, ફોર્ડો પર હુમલો થયો, જ્યાં 12 GBU-57 પ્રકારના બંકર-બસ્ટર બોમ્બો ફેંકવામાં આવ્યા. આ મથકને અત્યાર સુધી અભેદ્ય ગણવામાં આવતું હતું. પછી નાતાન્ઝ પર બે બોમ્બો છોડવામાં આવ્યા, જ્યાં ઈરાન યુરેનિયમ સંવર્ધનનો મુખ્ય કાર્યક્રમ ચલાવતું હતું. તે જ સમયે, ઇસ્ફહાન પર પણ ટોમાહોક મિસાઇલો દ્વારા હુમલો થયો. આ તમામ હુમલાઓ B-2 સ્ટીલ્થ બોમ્બર્સ અને અંડરવોટર સબમરીન મારફતે સંચાલિત થયા.
સંપૂર્ણ ઓપરેશન ફક્ત 25 મિનિટમાં પૂરું થયું.
પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, આ અત્યંત યુક્તિપૂર્વકનું ઓપરેશન ભારે સફળ રહ્યું. તેમણે એવો દાવો પણ કર્યો કે સામાન્ય નાગરિકોનું નુકસાન ટળ્યું છે. અમેરિકન રક્ષા સચિવ પીટ હેગસેથે જણાવ્યું કે આ પગલું શાંતિના ઈરાદાથી ભરેલું હતું. “આ યુદ્ધ માટે નહોતું, પણ આત્મરક્ષા માટે હતું,” તેમનું સ્પષ્ટ નિવેદન આવ્યું.
અંતે, ઈરાને આ પગલાને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો અને ફરિયાદ નોંધાવવાની જાહેરાત કરી. ઇરાની વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ જવાબ આપશે અને પોતાનો બચાવ કરશે.
ટ્રમ્પનો સંદેશ: “શાંતિ ઇચ્છીએ છીએ”
ટ્રમ્પએ જણાવ્યું કે આ કાર્યવાહી શાસન પરિવર્તન માટે નહોતી. પરંતુ તેઓ ઈરાનના પરમાણુ ઇરાદાઓને વર્ષો પાછળ ધકેલવા ઈચ્છતા હતા. તેમણે ઉમેર્યું કે જો ઈરાન શાંતિનો માર્ગ પસંદ કરશે, તો વિશ્વ માટે તે શ્રેષ્ઠ રહેશે.
