ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 105 IPS અધિકારીની બદલી અને બઢતી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીની બદલી-બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.
પ્રેમસુખ ડેલુ સુરેન્દ્રનગરના SP બનાવાયા
અક્ષયરાજ મકવાણાની ભરૂચ SP તરીકે બદલી કરવામાં આવી છે તો પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર SP તરીકે બદલી કરવામાં આવી છે. મનોહરસિંહ જાડેજાની અરવલ્લીના SP તરીકે બદલી કરવામાં આવી છે. સફીન હસનને મહિસાગરના SP બનાવવામાં આવ્યા છે. એસ.વી.પરમારની એસઆરપી ગ્રુપ 15માં બદલી કરવામાં આવી છે.
વિવાદમાં રહેલા મનીષસિંહને સાઈડ પોસ્ટિંગ
IPS રાહુલ ત્રિપાઠીની અમદાવાદ DCP SOG અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. IPS રોહન આનંદની SP CID ક્રાઈમમાં બદલી કરાઈ છે. વિવાદમાં રહેલા મનીષસિંહને સાઈડ પોસ્ટિંગ કરવામાં આવ્યા છે અને કચ્છના ભચાઉમાં SRP ગ્રુપમાં મુકાયા છે. જ્યારે ડો.હર્ષદ પટેલની અમદાવાદ ઝોન -1માં નાયબ CP તરીકે બદલી કરાઈ છે.
કરણરાજ વાઘેલાની સુરત ઇકોનોમિક વિંગમાં બદલી
જ્યારે IPS પાર્થરાજસિંહ ગોહિલની SP સાબરકાંઠામાં બદલી કરવામાં આવી છે. વલસાડના કરણરાજ વાઘેલાની સુરત ઇકોનોમિક વિંગમાં બદલી કરાઈ છે તો મહિસાગરના SP જયદિપસિંહ જાડેજાને ગીર સોમનાથના SP બનાવવામાં આવ્યા છે. દાહોદના SP રાજદીપસિંહ ઝાલાની ગાંધીનગર સાયબરમાં બદલી કરવામાં આવી છે. સુરત ઝોન-2 DCP ભગીરથ ગઢવીની અમદાવાદ ઝોન-6માં બદલી કરવામાં આવી છે.






