Nilesh Rana, Banaskantha : બનાસકાંઠા જિલ્લાના ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં મહિલાનો મેળો ભરાય છે. આ વિસ્તારમાં વર્ષો પૌરાણિક દશામાંનું મંદિર આવેલું છે અને મોટા પ્રમાણમાં મહિલાઓ દિવાસાના દિવસથી10 દિવસ સુધી દશામાના વ્રત કરતી હોય છે. મહિલાઓ પોતાના ઘરે દશામાની મૂર્તિ લાવી પૂજા – અર્ચના કર્યા બાદ 11માં દિવસે દશામાની મૂર્તિનું નદી કે તળાવમાં વિસર્જન કર્યા બાદ મોટી સંખ્યામાં મહિલાઓ ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા વર્ષો પૌરાણિક દશામાના મંદિરે દર્શન કરવા આવે છે.
વર્ષો પૌરાણિક દશામાંનું મંદિર આવેલું હોવાથી મહિલાઓનો મેળો ભરાય છે
દિવાસાના દિવસથી જ મોટાભાગે મહિલાઓ દશામાંના વ્રત કરતી હોય છે. મહિલાઓ દશામાની મૂર્તિ લાવી પોતાના ઘરે સ્થાપના કરી દસ દિવસ ઉપવાસ રાખી પૂજા અર્ચના કરતા હોય છે. 11 માં દિવસે મહિલાઓ દશામાની મૂર્તિ નદી કે પછી તળાવમાં વિસર્જન કરી દશામાના મંદિરે જઈ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
ત્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર દશામાનુ મોટુ મંદિર ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં પૌરાણિક મંદિર આવેલું છે. જેથી દર વર્ષે દશામાના વ્રત કરનાર મહિલાઓ દશામાની દસ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ 11મા દિવસે આ મંદિરે દર્શન કરવા આવતી હોય છે, જેથી આ વિસ્તારમાં લાખોની સંખ્યામાં મહિલાઓ આવવાથી અહીં મોટો મહિલાઓનો મેળો ભરાય છે.
આ વિસ્તારમાં ખુશી આનંદ મેળો ભરાય
વર્ષો પૌરાણિક દશામાનું મંદિર હોવાથી અહીં મોટી સંખ્યામાં મહિલાઓ દશામાંના મંદિરે દર્શન કરવા આવતી હોય છે. જેથી ત્યાં વર્ષોથી ખુશી આનંદ મેળો પણ ભરાતો હોય છે.જેમાં બાળકો તેમજ મોટી ઉંમરના લોકો માટે પણ અલગ અલગ રાઇડ્સો જેમાં મારુતિ કુવા,હવાજી જુલા,હોડી વાળા હીંચકો,ટોરા ટોરા,બ્રેક ડાન્સ,ડ્રેગન ટ્રેન,બાળકો માટે નાની રાઈડ્સ,પણ રાખવામાં આવે છે. સાથે જ ખાણીપીણીના સ્ટોલ પણ લાગતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર