Search
Close this search box.

અરવલ્લીઃ અમેરિકામાં મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતી દંપતીની હત્યા, અંગત અદાવતમાં પતિ-પત્નીનું ખૂન

અરવલ્લીઃ અમેરિકામાં અરવલ્લીના વેપારી દંપતીની હત્યા કરવામાં આવી છે. આ હત્યાકાંડ 6 ફેબ્રુઆરીએ ખેલાયો હોવાની વિગતો મળી રહી છે. અમેરિકામાં મોટેલ દંપતી મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. વેપારીની હત્યાથી અરવલ્લીમાં રહેતા તેમના સગા અને પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે. અંગત અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે અને બનાવના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવશે.

અંગત અદાવતમાં કપલની હત્યા!

અરવલ્લીના મેઘરજના મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા દંપતી રજનીકાંત વલ્લભદાસ શેઠ અને તેમના પત્ની નિરીક્ષાબેનની હત્યા કરવામાં આવી છે. બનાવ અંગે માહિતી મળતા તેમના પરિવારજનો અમેરિકા જવા માટે રવાના થયા છે. મેઘરજમાં તેમના સગાને ઘટના વિશે જાણીને ભારે આઘાત લાગ્યો છે.

બનાવ અંગે જે વિગતો મળી રહી છે તેમાં મોટેલ ચલાવતા દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ 
સુરતઃ રાતે પત્ની બીજા સાથે ફોન પર ચોંટેલી હતી, ના થવાનું થયું

રજનીકાંત શેઠ પાછલા મહિને જ તેઓ ભારત આવીને અમેરિકા પરત ફર્યા હતા. તેમની સાથે અગાઉ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ બાબતે ખટરાગ થયાની વિગતો પણ સામે આવી રહી છે. આવામાં જૂની અદાવતમાં જ તેમની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દંપતીની અમેરિકામાં તેમના ઘરે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક લોકોની પજવણીના કારણે તેમણે મોટેલ વેચી દેવાની ફરજ પડી હતી, પરંતુ આમ છતાં તેમના પર અદાવત રાખીને રજનીકાંત શેઠ અને તેમના પત્ની નીરિક્ષાબેનની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાના કારણે તેમના વતન મેઘરજમાં શોકની લાગણી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Pratham Report
Author: Pratham Report

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર