ગાંધીનગરમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન, સરકાર દ્વારા જૂની પેન્શન સ્કીમ પર ઠરાવ નહીં કરવા પર વિરોધ

ગાંધીનગરમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન

શિક્ષકો વિરોધ સાથે કહી રહ્યા છે કે, 16 સપ્ટેમ્બર 2022ના રોજ સરકારે જૂની પેન્શન સ્કીમ યોજના બાબતે કરી હતી જાહેરાત . તેમણે એક મહિનામાં ઠરાવ કરવાની આપી હતી બાંહેધરી . આ વાતને પણ બે વર્ષ જેટલો સમય વીતી ગયો , છતાં પણ હજુ ઠરાવ નથી થયો હવે ચોમાસા સત્રના ત્રણ દિવસમાં સરકાર ઠરાવ કરે તેવી અમારી માંગ છે. આ સાથે તેમણે ચીમકી ઉચ્ચારતા જણાવ્યુ છે કે, જ્યાં સુધી ઠરાવ નહિ થાય ત્યાં સુધી અમારો વિરોધ યથાવત .

ગાંધીનગરમાં થઇ રહેલા શિક્ષકોના વિરોધ અને જૂની પેન્શન યોજના અંગે ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘હાલ જૂની પેન્શન યોજના અંગે કોઈ બાબત વિચારણા હેઠળ નથી’

આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રની શરૂઆત થઇ છે. તો બીજી બાજુ શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે તેમનું વિરોધ પ્રદર્શન કૂચ વિધાનસભા સુધી લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેઓ વિધાનસભા પહોંચે તે પહેલા જ ગાંધીનગર પોલીસ દ્વારા અનેક શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી છે.

 

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર