શેખ હસીના જે પાસપોર્ટ સાથે ભારત આવી હતી તે હવે માન્ય નથી. પાસપોર્ટ રદ થવાને કારણે શેખ હસીના પર હવે બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશનો સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને 45 દિવસ સુધી વિઝા વિના ભારતમાં રહેવાની છૂટ છે , પરંતુ તે હવે અન્ય કોઈ દેશમાં જઈ શકશે નહીં.
5 ઓગસ્ટે પોતાનો જીવ બચાવવા માટે ઢાકાથી ભારત આવ્યા હતા .
શેખ હસીના વિરુદ્ધ 50થી વધુ કેસ , જેમાં મોટાભાગે હત્યાના કેસ છે. સંયુક્ત રાષ્ટ્રની એક ટીમ પણ બાંગ્લાદેશ પહોંચી છે જે શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનના મામલાની તપાસ કરશે. યુએનની ટીમે પોતાની પ્રાથમિક તપાસમાં શેખ હસીના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બાંગ્લાદેશ સરકાર ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે.
આંતરિક મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભૂતપૂર્વ વડા પ્રધાન, તેમના સલાહકારો, ભૂતપૂર્વ કેબિનેટ અને વિસર્જન કરાયેલ રાષ્ટ્રીય એસેમ્બલીના તમામ સભ્યો તેમના પદના આધારે રાજદ્વારી પાસપોર્ટ માટે પાત્ર હતા, જો તેઓને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હોય અથવા નિવૃત્ત કરવામાં આવ્યા હોય, તો તેમના અને તેમના જીવનસાથીઓના રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા પડશે.”