હરિયાણાના રાજકારણના સૌથી મોટા સમાચાર , રાષ્ટ્રીય સ્તર ના ખેલાડી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા લડશે ચૂંટણી
રાહુલ ગાંધીને મળ્યા બાદ બને ખેલાડીએ ચૂંટણી લડવાનો કર્યો નિર્ણય
બજરંગ પુનિયા બાદલીથી લડશે ચૂંટણી અને વિનેસ ફોગાટ જુલાનાથી ઝુકાવશે જંગમાં
વિનેશ ફોગાટની રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ આવશે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેને ચૂંટણીમાં મોટું સમર્થન અપાવશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.
હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું હતું .