દહેગામ તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં 9 ડૂબી જતાં ખડભડાટ , 3 મૃતદેહ મળી આવ્યા
ગાંધીનગર: પાટણમાં ચાર લોકોના ડૂબી જવાના બે દિવસ બાદ જ દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન મેસ્વો નદીના પ્રવાહમાં ઓછામાં ઓછા નવ વ્યક્તિઓ તણાઈ ગયા હતા.
ડૂબી ગયેલા લોકોમાંથી ત્રણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્યને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
તાજેતરના અહેવાલો અનુસાર, જિલ્લા વહીવટીતંત્ર સર્ચ ઓપરેશન ચાલુ રાખી રહ્યું છે અને અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા છે.
સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ગ્રામ પંચાયતે લોકોને એલર્ટ કર્યા હતા અને વહીવટીતંત્રે ચેકડેમથી દૂર એક સુરક્ષિત વિસર્જન વિસ્તાર નિયુક્ત કર્યો હતો.
જો કે તેમના ઉત્સાહમાં કેટલાક યુવકોએ નદીમાં ઝંપલાવ્યું હતું જેના કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો.