ટેનિસની દુનિયાના દિગ્ગજ રાફેલ નડાલે નિવૃતિની જાહેરાત કરી, જાણો ક્યારે રમશે આખરી મેચ?
ટેનિસની દુનિયાના દિગ્ગજ સ્ટાર ખેલાડી રાફેલ નડાલે ટેનિસ કોર્ટને અલવિદા કહેવાની જાહેરાત કરી દીધી છે.
સ્પે ડેવિસ કપમાં નડાલ તેનો આખરી મુકાબલો રમશે. રાફેલ નડાલે એક વીડિયો જારી કરીને ટેનિસ છોડવાની જાહેરાત કરી. નડાલ સ્પેનમાં ડેવિસ કપ ફાઈનલનો અંતિમ મુકાબલો રમીને ટેનિસને અલવિદા કરી દેશે.
22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલ પોતાનામાં એક લેગેસી છે. જે તેને અત્યાર સુધીના સૌથી પ્રિય ખેલાડીઓમાંથી એક બનાવે છે.
સ્પેન માટે ડેવિસ કપની ફાઈનલ 8 નવેમ્બરમાં યોજાનારી પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકે નડાલની છેલ્લી મેચ હશે.
નડાલ અત્યાર સુધીના સૌથી વધુ સન્માનિત ખેલાડીઓમાંનો એક છે. તેણે જીતેલા 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલમાંથી સ્પેનિયાર્ડે રેકોર્ડ 14 ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યા છે.
નડાલે આ વીડિયોમાં કહ્યું કે, હું પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. સત્ય એ છે કે છેલ્લા કેટલાક વર્ષો મારા માટે મુશ્કેલ રહ્યા છે, ખાસ કરીને છેલ્લા બે વર્ષ. આ ચોક્કસપણે એક મુશ્કેલ નિર્ણય હતો જેણે લેવામાં મને થોડો સમય લીધો. પરંતુ આ જીવનમાં દરેક વસ્તુની શરૂઆત અને અંત છે.
રાફેલ નડાલ નવેમ્બર 2024 માં મલાગામાં ડેવિસ કપ ફાઈનલ પછી વ્યાવસાયિક ટેનિસમાંથી સત્તાવાર રીતે નિવૃત્ત થશે. નડાલને તેની સમગ્ર કારકિર્દી દરમિયાન 16 મોટી ઈજાઓ થઈ, જેના કારણે તે વારંવાર સ્પર્ધાઓમાં બહાર રહેતો હતો.