શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં અનોખી શરૂઆત, વિનામુલ્યે ‘ચા પ્રસાદ’નું વિતરણ
શક્તિપીઠ અંબાજી ધામની વાત કરીએ તો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મા અંબાના દર્શને અને પૂનમ ભરવા માટે ઉમટ્યા હતા. શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા અને ચાચર ચોકમાં ગરબાની રમઝટ માણી. જો કે આ બધાંની વચ્ચે મંદિરમાંથી એક અલગ જ નજારો સામે આવ્યો છે.
આ વખતે બે પૂર્ણિમાનો સંયોગ થયો છે. ત્યારે વિવિધ મંદિરોમાં “વ્રતની પૂનમ”ની ઉજવણી થઈ.
શક્તિપીઠ અંબાજી ધામની વાત કરીએ તો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મા અંબાના દર્શને અને પૂનમ ભરવા માટે ઉમટ્યા હતા.
શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા અને ચાચર ચોકમાં ગરબાની રમઝટ માણી. જો કે આ બધાંની વચ્ચે મંદિરમાંથી એક અલગ જ નજારો સામે આવ્યો છે.
આસો પૂર્ણિમાના રૂડા અવસરે ચાચર ચોકમાં વિનામુલ્યે “ચા” પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મા અંબાના સાનિધ્યે આમ તો વિવિધ પ્રકારના પ્રસાદ મળે છે. પરંતુ ઉંઝાના જય અંબે ગ્રુપ દ્વારા પહેલી જ વાર આ રીતે ચાનું વિતરણ કરવામાં આવ્યું.
મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો. હવે ઠંડીના દિવસો શરૂ થતાં હોઈ જય અંબે ગ્રુપને આ અનોખા પ્રસાદનું વિતરણ કરવાનો વિચાર આવ્યો.
ઉલ્લેખનીય છે કે ગરમીની ઋતુમાં ચારર ચોકમાં વિનામુલ્યે છાશનું વિતરણ તો કરવામાં આવતું જ હોય છે. અને હવે દર પૂનમે આ રીતે ચાની વ્યવસ્થા ચાલુ રહેશે. ત્યારે ભાવિક ભક્તો પણ તેને લઈને ખુશમાં છે.