શ્વાનનો ત્રાસ અસહ્ય : ૧૦ માસમાં ૧૦,૦૨૧ શહેરીજનો ડૉગ બાઈટનો શિકાર

શ્વાનનો ત્રાસ અસહ્ય : ૧૦ માસમાં ૧૦,૦૨૧ શહેરીજનો ડૉગ બાઈટનો શિકાર

  • રખડતા કુતરાનો આંતક વધ્યો છતા મનપાના આંખ આડા કાન
  • દરરોજ ૩૩થી વધુ લોકાને ડૉગબાઈટના કારણે સારવાર લેવી પડે છેઃ રાત્રિના સમયે  રોડ પર શ્વાનના સમુહના કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ

ભાવનગર: ભાવનગર શહેરમાં કુતરાની વસતી દિવસે દિવસે વધી રહી છે, જેના પગલે કુતરા કરડવાના બનાવ પણ વધી રહ્યા છે તેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

શહેરમાં છેલ્લા ૧૦ માસમાં ૧૦ હજારથી વધુ લોકોને કુતરા કરડયા હોવાનુ જાણવા મળેલ છે.

રખડતા કુતરાનો આંતક વધ્યો છતા મનપાનુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે.

રાત્રીના રોડ પર કુતરાના ઝુંડ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાતો હોય છે.

કુતરા વાહનો પાછળ દોડતા અકસ્માત થતા હોય છે ત્યારે મહાપાલિકાના જવાબદાર વિભાગે યોગ્ય પગલા લેવા જરૂરી છે.

ભાવનગર શહેરમાં છેલ્લા ૧૦ માસમાં ૧૦,૦ર૧ લોકોને કુતરા કરડયા હોવાથી તેઓ સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે આવ્યા હતા અને તેઓને જકૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી તેમ મનપાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.

શહેરના કરચલીયા પરા, કુંભારવાડા, સાંઢીયાવાડ, ચિત્રા, વડવા, કાળીયાબીડ, વાઘાવાડી રોડ, સુભાષનગર, આનંદનગર, ભરતનગર સહિતના વિસ્તારમાં રખડતા કુતરાનો આંતક વધ્યો છે છતા મનપા દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવતા નથી તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાલ શહેરના મુખ્ય રોડ અને શેરીઓમાં કુતરાના ઝુંડ જોવા મળતા હોય છે.

રાત્રીના સમયે શહેરના મુખ્ય રોડ પર કુતરાઓ ત્રાસ ફેલાવતા હોય છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓ મુંઝવણમાં મુકાય જતા હોય છે.

રખડતા કુતરાનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે છતા મનપાને આ સમસ્યા હલ કરવામાં કોઈ રસ ના હોય તેમ જણાય રહ્યુ છે.

કુતરા કરડવાનો આ આંકડો માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોનો છે, જયારે શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પણ ઘણા કેસ આવી રહ્યા છે તે કેસના સત્તાવાર આંકડા જાણવા મળ્યા નથી પરંતુ આ આંકડા પણ મોટો હોવાનુ ચર્ચાય રહ્યુ છે.

શહેરમાં દરરોજ આશરે ૩૩થી વધુ વ્યકિતઓને કુતરા કરડતા હોવાથી ચર્ચા છે ત્યારે મનપાનાએ આ બાબતે લાલ આંખ કરવી જરૂરી છે.

હડકાયા કુતરા કરડવાથી કેટલાક લોકોના મોત પણ નિપજતા હોય છે ત્યારે આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.

રખડતા કુતરાના ત્રાસના કારણે કેટલાક વિસ્તારમાં લોકો જવાનુ પણ ટાળતા હોય છે.

મનપાના અધિકારી અને પદાધિકારીઓએ માત્ર ઓફીસમાં બેસવાના બદલે લોકોની સમસ્યા જાણવા બહાર નિકળવુ જરૂરી છે.

રખડતા કુતરાના ત્રાસથી લોકોમાં ભયનો માહોલ છે છતા મનપાના અધિકારીઓના પેટનુ પાણી હલતુ નથી, જે ગંભીર બાબત છે. આ બાબતે કયારે યોગ્ય પગલા લેવાશે ? તેની રાહ જોવી જ રહી.

શેરી-મહોલ્લામાં વાહનો પાછળ દોડતા શ્વાનના કારણે નાના-મોટા વાહન અકસ્માતના રોજિંદા બન્યા : રખડતા કુતરાનો ત્રાસ ઘટે તે માટે મહાપાલિકાએ યોગ્ય પગલા લેવા જરૂરી

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર