ભાવનગર શહેરમાં લોકોએ ભવ્ય આતશબાજી સાથે મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા : પ્રકાશના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
અમાસના અંધકાર ત્યજીને પરમ તેજોમય પ્રકાશ તરફ લઈ જતાં સમય સાથે વિર વિક્રમસંવંત 2080નો અંતિમ દિવસ એટલે દિવાળી, દિવાળીના રાત્રી દરમ્યાન ગાઢ અંધકારમાં ફટાકડાની આતશબાજી સાથે ભારત વર્ષ સાથોસાથ ગોહિલવાડમાં દીપાવલી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પરંપરા મુજબ દિવાળી પર્વની ઉજવણી કરાઈ : હિન્દુ વર્ષનો અંતિમ માસ એટલે આસોમાસ આસો માસના વદ પક્ષે અમાસના રોજ વર્ષો જૂની આદી પરંપરા મુજબ દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
ઘરે ઘરે દિવડાઓ પ્રગટાવી આબાલવૃદ્ધ સૌ કોઈ આતશબાજીના અવસર સાથે વિર વિક્રમસંવંત 2081ને વધાવ્યું હતું, ભાવનગર શહેર-જિલ્લામાં દિવસોથી ચાલી રહેલી દીપોત્સવ પર્વ શ્રૃંખલાની તૈયારીઓ લોકો એ પૂર્ણ કરી હતી અને શનિવારના રોજ નવો સૂર્યોદય થાય એવો ઝગમગાટ સાથે નવા વર્ષને વધાવશે.
લાભ પાંચમથી મુહૂર્ત સાથે વ્યવસાયી એકમો શરૂ થશે
શહેરભરમાં આનંદ, ઉમંગ, ઉત્સાહનુ તેજોમય પર્વ એટલે દીપાવલી-નૂતનવર્ષ આમ તો દિપોત્સવ પર્વ શ્રૃંખલાની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે.
દિવાળીથી સળંગ પાંચ દિવસ એટલે કે લાભ પાંચમ સુધી પર્વોની ઉજવણીઓ નો દૌર યથાવત રહેશે, બેસતાં વર્ષનાં દિવસે દુકાનો-પેઢીઓ ફેક્ટરીઓ સહિતના વ્યવસાયી-વાણીજ્યક એકમોમાં શુકનવંતુ મહૂર્ત કરવામાં આવશે, તો અનેક લોકો લાભ પાંચમથી મહૂર્ત સાથે વ્યવસાયી એકમો ફરી શરૂ કરશે.