સુન્ની મુસ્લિમ કમિટીની સ્પષ્ટતા : ગુજરાત વકફ ટ્રિબ્યુનલમાં ચારતોડા કબ્રસ્તાન-નગરી હોસ્પિટલ પાસેના કબ્રસ્તાન સહિત એએમસી ની ૩૧ જમીનમાં કોઈ માલિકી કે હકના દાવા કરાયા નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડો રૂપિયાની જમીન પર મુસ્લિમ વકફ બોર્ડ દ્વારા દાવા કરવામાં આવ્યા હોવા અંગેના વકફ ટ્રિબ્યુનલમાં કેસ ચાલી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન દ્વારા કોર્પોરેશનની ૩૧ જેટલી જમીનોના ટર્મિનલમાં દાવા ચાલતા હોવા અંગેના ઘટસ્ફોટ બાદ અમદાવાદ મુસ્લિમ સુન્ની વકફ કમિટી દ્વારા ગોમતીપુર ચાર તોડા કબ્રસ્તાન, એલિસબ્રિજ નગરી હોસ્પિટલ પાસે પીર કમાલ મસ્જિદ સહિત વિવિધ જગ્યાના દાવા મામલે ખુલાસો કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, આમાં જમીન મામલે કોઈ વાદવિવાદ ચાલતો નથી. જો કે, ચાર તોડા કબ્રસ્તાનમાં અને નગરી હોસ્પિટલ પાસે કબ્રસ્તાનની જગ્યા પાસે જ અનેક ગેરકાયદેસર દબાણો છે.
વકફ બોર્ડના દાવા અંગે સુન્ની મુસ્લિમ કમિટીની સ્પષ્ટતા અમદાવાદ સુન્ની મુસ્લિમ કમિટીના સેક્રેટરી ઈકબાલ માલવતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ૩૧ જમીન ઉપર વકફ બોર્ડના દાવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસથી જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનો પર વકફ બોર્ડની માલિકીના દાવા અંગેની વાત સામે આવી છે. ત્યારે અમદાવાદ સુન્ની મુસ્લિમ કમિટીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકારી અથવા અર્ધસરકારી વિભાગ સામે ગુજરાત વકફ ટ્રિબ્યુનલમાં કોઈપણ જમીન કે મિલકતના ટાઈટલ એટલે કે, માલિકી અથવા હકના દાવા કરવામાં આવ્યા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈપણ અધિકારીઓ દાવામાં હાજર રહેતા ન હોવાથી વકફ ટ્રિબ્યુનલ દ્વારા નોટિસ કાઢી છે જે બેજવાબદારી છુપાવવા આ દાવાની વાત ઉપજાવવામાં આવી હોવાનું કહ્યું છે.
એએમસી ની ૩૧ જમીન પરના દાવા પર કાર્યવાહી થશે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા મામલે જણાવ્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ૩૧ જમીન પર જે દાવા કરવામાં આવ્યા છે તે જમીનના માલિકી અને હકના દાવાને સંબંધીત છે. કમિટી દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી છે, તેમાં કેટલાક બાબતમાં તેઓ કબજો લેવાની વાત કરે છે. તો કેટલીક બાબતમાં કબજો લેતા રોકવાની સ્પષ્ટતા કરી રહ્યા છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે ટ્રિબ્યુનલ શરૂ થતાની સાથે જ આ તમામ કેસો પર કાયદાકીય રીતે કાર્યવાહી થશે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ તમામ બાબતો વકફ દ્વારા એએમસી સામે દાખલ કરવામાં આવી છે. તેથી તેઓએ ઉપરોક્ત બાબતોમાં સબમિશન અને સુનાવણી હાથ ધરવાની રાહ જોવી જોઈએ. માલિકી અથવા કબજો નક્કી કરવા અને સ્પષ્ટ કરવા માટે તેમના માટે વહેલું હશે.
વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધીમાં ૧૨ જેટલા દાવા થયાં અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા સૌથી વધારે શહેરના બૂમતીપુર વિસ્તારમાં આવેલા ચાર તોડા કબ્રસ્તાન મામલે વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધીમાં ૧૨ જેટલા દાવા કરવામાં આવેલા છે.