યુપીમાં એક્સપ્રેસ હાઈવે પર બસ-ડમ્પર વચ્ચે ભીષણ ટક્કર, ૫ લોકોનાં મોતથી માહોલ ગમગીન
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર એક મુસાફરો સવાર બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં હાહાકાર મચી ગયો હતો. અકસ્માતમાં અત્યાર સુધી પાંચ લોકોના મોતની પુષ્ટી થઇ શકી છે જ્યારે અન્યોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
મથુરાથી પાછા આવતા હતા બસ સવાર
બસમાં મુસાફરી કરી રહેલા લોકો મુંડન સંસ્કાર કરીને મથુરાથી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત નસીરપુર પાસે થયો હતો. અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. જેમની હાલ સારવાર ચાલી રહી છે.
ડ્રાઈવરને ઊંઘ આવી જતાં અકસ્માત સર્જાયાની આશંકા
બસના મુસાફરોએ આશંકા વ્યક્ત કરી હતી કે બસ ચલાવતી વખતે ડ્રાઈવર ઊંઘી ગયો હશે. જેના કારણે બસ બેકાબુ થઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બસમાં 20 લોકો મુસાફરી કરી રહ્યા હતા
લખનઉના મોહદ્દીનપુરનો રહેવાસી સંદીપ તેના ચાર વર્ષના પુત્ર સિદ્ધાર્થનું મુંડન કરાવવા મથુરા ગયો હતો. બસમાં તેની સાથે પરિવાર અને સંબંધીઓ સહિત 20 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. પરત ફરતી વખતે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો, જેમાં સંદીપની પત્ની નીતુ (42), પુત્રી લવશિખા (13) અને નૈતિક (15)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકોના પણ સારવાર દરમિયાન મોત થયા હતા.