સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક પેટ્રોલ – ડીઝલની ચોરી ઝડપાઇ
હજારો લીટર ડીઝલ, પેટ્રોલ અને 2 ટેન્કર સહિત 87.54 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર, તા.23
પાણશીણા પોલીસ મથકની હદમાં અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલ કટારીયા ગામ નજીક હોટેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા ડીઝલ ચોરીની પ્રવૃત્તિનો જિલ્લા એસ.ઓ.જી શાખા દ્વારા પર્દાફાશ .
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ બી.એચ.શીંગરખીયાને મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી ટીમના સ્ટાફ દ્વારા અમદાવાદ – રાજકોટ હાઇવે પર આવેલા કટારીયા ગામ નજીક એક હોટેલના પાછળ કમ્પાઉન્ડમાં ટેન્કર માંથી ડીઝલ અને પેટ્રોલ ચોરીની પ્રવૃત્તિ પર દરોડો કર્યો હતો .
દરોડામાં 44,220 લીટર ડીઝલ કિંમત 44,63,761/- રૂપિયા, 2800 લિટર પેટ્રોલ કિંમત 2,65,888/- રૂપિયા તથા બે ટેન્કર સહિત કુલ 8754659/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી છ શખ્સોને ઝડપી પાડયા હતા.
ઝડપાયેલ શખ્સોમાં ભાર્ગવ પ્રભાતભાઈ ડાંગર રહે: મોવડી મેઈન રોડ(રાજકોટ), ઇન્દ્રજીતભાઈ રાયધનભાઈ વીરડા રહે: મહાદેવ પાર્ક સોસાયટી(રાજકોટ), માવજીભાઈ કાનાભાઈ ડાંગર રહે: મહાદેવ પાર્ક સોસાયટી(રાજકોટ), અજયકુમાર શ્રીરામકુમાર યાદવ(ક્લીનર) રહે મૂળ: ઉત્તરપ્રદેશ હાલ : જામનગર, રવિરાજ હરિસિંગ ચૌહાણ રહે: ભાડુકા (સાયલા) વાળાને ઝડપી લઇ તમામ વિરૂદ્ધ સાયલા પોલીસ મથકે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.