ધ્રાંગધ્રા ખાતે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરી ગુનેગારોની તપાસ હાથ ધરી
અગાઉ ગુનામાં સંડોવાયેલ શખ્સોના ઘર અને આશ્રય સ્થળો તપસ્યા
ધ્રાંગધ્રા ખાતે સ્થાનિક પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કોંબિંગ હાથ ધર્યું હતું સ્થાનિક પોલીસની સાથે જિલ્લાની મહત્વની માનવામાં આવતી એલ.સી.બી અને એસ.ઓ.જી સહિત પેરોલ ફલો ટીમ પણ સાથે રહી હતી.
ધ્રાંગધ્રા પંથકમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને અગાઉ ગુંહેગરીમાં સંડોવાયેલ ઇસમોના ઘર તથા આશ્રય સ્થાનો પર પોલીસે તપાસ હાથ ધરી હતી.
તમામ ગુન્હેગારોને તપાસી પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવ્યું હતું .
જ્યારે કોંબીંગ દરમિયાન એલ.સી.બી પી.એસ.આઇ એન.એ.રાયમા, અસ્લમખાન મલેક્ઝ સંજયભાઈ પાઠક, સિટી પીઆઇ એમ.યુ.મસી, પી.એસ.આઇ વાઘેલા તથા સોલંકી સહિતના સ્ટાફ કોમ્બિગમાં હાજર રહ્યા હતા.