મૂળીના સરા ગામે સરકારી શાળા નજીક ઉભરાતી ગટરના લીધે બીમારીની દહેશત
બાળકોના વાલી અને સ્કૂલના આચાર્ય દ્વારા અનેક રજૂઆત છતાં કાર્યવાહી નહિ
રાજ્યના શિક્ષણ વિભાગ બાળકોના અભ્યાસ પાછળ કરોડોના ખર્ચ સહિત દેશનું ભવિષ્ય તંદુરસ્ત રહે તે માટે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા ખુબજ અલગ નજરે પડી રહી છે.
જેમાં મૂળી તાલુકાનાં સરા ગામે આવેલી સરકારી શાળા નજીક છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરના અને ગંદકીના ગંજથી બાળકોને દરરોજ આ ગંદકી ભર્યા વાતાવરણમાંથી પસાર થવું પડે છે .
એટલું જ નહિ પરંતુ શાળાના નજીક જ ગંદકી અને ગંદા પાણીની ભરેલી ખુલ્લી ગટર હોવાથી અભ્યાસ કરતા બાળકો બીમારીનો ભોગ બને તેવી દહેશત સતત બાળકોના વાલીમાં રહેતી હીય છે .
જ્યારે શાળાની નજીક આ પ્રકારે ગંદકી બાબતે તંત્રને અનેક વખત ગ્રામજનો અને સ્કૂલના આચાર્ય દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે .
પરંતુ સ્વચ્છતા પખવાડિયાના કાર્યક્રમો ઉજવી મોટા મોટા બણગા ફુક્તા તંત્રના અધિકારીઓ અને સરા ગ્રામપંચાયત દ્વારા આજદિન સુધી આ ગંદકીનો નિકાલ કરવામાં અસમર્થ રહ્યું છે .
જેને લઇ ગ્રામજનો દ્વારા તંત્ર અને પંચાયત સામે રોષ વ્યક્ત કર્યો છે.