ધ્રાંગધ્રાના નારીચાણા ગામે માથાકૂટમાં એટ્રોસિટી મુજબનો ગુનો નોંધાયો
ડમ્પરની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતે માથાકુટ થઈ
ધ્રાંગધ્રા તાલુકાના નારિચાણા ગામે રહેતા કાનજીભાઈ પોતાનું ડમ્પર પાર્ક કરતા હોય .
તેવામાં સામેથી આવતા અરવિંદભાઈ વશરામભાઇ રાજપૂત પોતાનું ટ્રેકટર લઈને નીકળતા ડમ્પર ની હેડ લાઈટ ચાલુ હોવાથી જેમ તેમ બોલતા .
ત્યાં જીવાભાઈ ભગવાનભાઈ રાજપૂત આવી બંને શખ્સો દ્વારા કાનજીભાઇ સાથે માથાકુટ કરવા લાગતા .
દેકારો સાંભળીને કાનજીભાઈના ભાઈ મહેશભાઈ રાઠોડ ત્યાં આવી જતા .
બંને શખ્સો દ્વારા ઉશ્કેરાઈ જઈ જતી પ્રત્યે અપમાનિત કરી હુમલો કરતા મહેશભાઈ રાઠોડને માથાના ભાગે ઈજા પામ્યા .
બંને શખ્સો નાશી છૂટયા હતા .
આ તરફ ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડી .
બાદમાં બંને હુમલાખોર વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશને એટ્રોસિટી મુજબનો ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.