ચોટીલા હાઈવે પરની હોટલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરનાર ૨ ઝબ્બે

ચોટીલા હાઈવે પરની હોટલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરનાર ૨ ઝબ્બે

ડીઝલ, ટ્રક સહિત રૂ.13,03,640નો મુદ્દામાલ સીઝ

ચોટીલા હાઇવે પર પોલીસ દ્વાર બાતમીના આધારે ડીઝલ ચોરી અંગે તપાસ હાથ ધરાઈ હતી.

હાઇવે પરની હોટલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા 2 શખસ ઝડપાયા હતા.

ચોટીલા હાઈવે પરની હોટલ ઉપર ટ્રક ડ્રાઇવર પોતાના અંગત સ્વાર્થ માટે ડીઝલ ચોરી કરતા હોય છે.

તેમાં ચોટીલા હાઈવે પર પટના બિહાર હોટલ પર ડીઝલ ચોરીનો ધંધો ચાલતો હોવાની ચોટીલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા હોટલ પર રેડ કરી હતી.

જેમાં હોટલ સંચાલક દિવ્યરાજભાઈ સુરેશભાઈ ખાચરના હોટલના અમરજીત કુમાર આનંદ શાહ હાલ પટના બિહાર હોટલ રહેવાસી બિહાર રાજ્યના દરભંગા જિલ્લાના નિમેઠી ગામ દ્વારા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા હતા.

તેની સાથે ટ્રક ચાલક મનીષભાઈ ભાસ્કરભાઈ ધાણક, જૂનાગઢ ટ્રકમાંથી 40 લીટર ડીઝલ સાથે ઝડપી પાડ્યા હતા.

જેમાં 40 લીટર ડીઝલની કિંમત 3640 અને ટ્રકની કિંમત 10 લાખ અને કારની કિંમત 3,00,000 સહિત 13,03,640ના મુદ્દામાલ સાથે 2ની અટકાયત કરાઈ હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર