ધ્રાંગધ્રાના હરીપરમાં કેમિકલ ઓકતી કંપની સામે લોકસુનાવણીમાં વિવાદ

ધ્રાંગધ્રાના હરીપરમાં કેમિકલ ઓકતી કંપની સામે લોકસુનાવણીમાં વિવાદ

કંપની સામે હરીપર ગામના જાગૃત નાગરિકોએ વાંધો રજૂ કર્યો

ધ્રાંગધ્રા પંથક ધીરે ધીરે ઉદ્યોગથી ધમધમતું થઈ રહ્યું છે જેના લીધે અહી સ્થાનિક લોકોને રોજગાર પણ મળી રહેશે .

પરંતુ કેટલાક જાનમાલને નુકશાન કરે તેવા ઉદ્યોગો પણ અહી નિર્માણ થઈ રહ્યા હોવાથી હવે રોજગારીની વધુ લોકો પોતાની આવનારી પેઢીની ચિંતા કરી રહ્યા છે.

ત્યારે હાલમાં જ સોલડી ગામે મેડિકલ વેસ્ટ માટે નિર્માણ થયું કંપની સામે સોલડી ગામ સહિત આજુબાજુના 24 જેટલા ગામ દ્વારા લોક સુનાવણી વખતે હોબાળો કર્યો હતો .

ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં વધુ એક કેમિકલ ઓકતી કામોની સામે ગામના જાગૃત નાગરિકો દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો છે.

જેમાં ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે નિર્માણ થતી કંપની “મેસર્સ ક્યું મોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ” નામક કંપનીનું નિર્માણ થઇ રહ્યું છે.

જે કંપનીની મંગળવારે લોકસીનવની હાથ ધરાઇ હતી જેમાં હરીપર ગામના જાગૃત નાગરિક દ્વારા લોક સુનાવણી સમયે કંપની દ્વારા શરૂ થયા પુર્વે જ સરકારના નિયમોનું ઉલંઘન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું .

સાથે જ કંપનીમાં ઉદભવ થતાં કેમિકલના લીધે ગામના પશું પક્ષીઓ અને માનવ જીવન માટે ખતરા રૂપી સાબિત થશે તેમ જણાવ્યું હતું.

કંપની દ્વારા સરકારી જમીન પર પણ દબાણ કર્યું હોવાના આક્ષેપ કરાયા હતા.

જો આ કંપની નિર્માણ થઈને ઉત્પાદન થશે તો કેમિકલ સૌથી વધુ હરીપર ગામના ગ્રામજનોને ચામડીના રોગ સહિતની બીમારીઓનો ભોગ બનવુ પડે તેમ છે જે અંગે જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં વાંધો રજૂ કરાયો છે.

ગેરકાયદેસર દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે લેખિતમાં વાંધો રજૂ કર્યો

હરીપર ગામે મેસર્સ ક્યું મોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ના લોક સુનાવણીમાં હરીપર ગામના જાગૃત નાગરિક મુમાભાઈ રબારી દ્વારા કેમિકલ ઓકતી કંપનીથી માનવ જીવનને નુકશાન તો થશે .

સાથે જ હજુ કંપની પૂર્ણ રૂપે નિર્માણ નથી થઈ ત્યાં તો અત્યારથી હરીપર ગામના સરકારી જમીનનો સર્વે નંબર પર ગેરકાયદેસર દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે લેખિતમાં વાંધો રજૂ કર્યો છે.

લોક સુનાવણી મળતિયા મારફતે વાંધા વગર જ પૂર્ણ કરવાનું કારસ્તાન ઘડાયું હતું

હરીપર ગામે કેમિકલ કંપનીના લોક સુનાવણીમાં કેટલાક આજુબાજુના ગામથી કેટલાક લોકો ભાડા પર લાવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે .

જેમાં કેમિકલ ઓકતી કંપની નુકશાનદાયક હોવા છતાં પણ ભાડાપટ્ટે રાખેલા આજુબાજુના ગ્રામજનો દ્વારા કંપની જાણ ઉપયોગી હોવાનું જણાવી લોક સુનાવણી મળતિયા મારફતે વાંધા વગર જ પૂર્ણ કરવાનું કારસ્તાન ઘડાયું હતું.

પ્રદૂષણ ઓકતા એકમોના લીધે ધ્રાંગધ્રા શહેર સહિત આજુબાજુના 30 ગામોના પર્યાવરણને નુકશાન થશે

ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ દ્વારા પણ કેમિકલ ઓકતી કંપની સામે પોતાનો લેખિત વાંધો રજૂ કરતાં જણાવાયું હતું કે “પ્રદૂષણ ઓકતા એકમોના લીધે ધ્રાંગધ્રા શહેર સહિત આજુબાજુના 30 ગામોના સ્થાનિકો, પશું, પક્ષી અને જલચર સહિત પર્યાવરણને નુકશાન થશે સાથે જ પ્રદૂષણના લીધે ગ્લોબલ વોર્મિંગ થકી વાતાવરણ અનિયમિત થતાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તેમ છે.”

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર