સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાં ફાયરિંગ સાથે જન્મદિવસની ઉજવણી નો વિડીયો વાયરલ
યુવાને હથિયાર વડે હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વિડીયો વાયરલ
સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગની ઘટનાઓને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગેરકાયદેસર હથિયાર ધારી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચનાને લઈને અનેક લોકોને ગેરકાયદેસર હથિયાર અને સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરવા બદલ ગુન્હો નોંધવામાં આવ્યો હતો .
પરંતુ આ કાર્યવાહી થવા છતાંય કેટલાક શખ્સો હજુય સુધરવાનું નામ લેતા નથી અને ફરી સુરેન્દ્રનગર જિલ્લામાં એક વિડિયો ફરતો થયો છે .
જેમાં રાતના સમયે એક યુવાન પોતાના જન્મ દિવસની ઉજવણી કરતો હોય છે અને ઉજવણી કરતા આ યુવાન એટલો જોશમાં આવી જાય છે કે તેના હાથમાં રહેલ હથિયારથી હવામાં ફાયરિંગ પણ કરે છે .
જોકે આ વીડિયોમાં ફાયરિંગ કરનાર યુવાન બાબતે અને કેટલા સમય પૂર્વેનો વિડિયો છે તે અંગે કોઈ વિગત મળી નથી પરંતુ વાઇરલ વિડિયો પરથી સુરેન્દ્રનગર જિલ્લાના અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ પૂર્ણ થઈ ચૂક્યો હોવાનું જરૂર નજરે પડે છે.