સુરેન્દ્રનગર બાર એસોસિયેશનની ચૂંટણી ૨૦ ડિસેમ્બરે યોજાશે

Surendranagar Bar Association Elections to be held

સુરેન્દ્રનગર બાર એસોસિયેશનની ચૂંટણી ૨૦ ડિસેમ્બરે યોજાશે

  • તા. 2 ડિસેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ કરાશે

સુરેન્દ્રનગર બાર એસોસિયેશનનની 20 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે.

જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દા માટે મતદાન યોજાશે. જેના ફોર્મ ભરવાનું તા.2 ડિસેમ્બરથી શરૂ કરાશે.

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 2024 માટે બાર એસોસિયેશનના હોદ્દેદારોની ચૂંટણી માટેની જાહેરાત કરાઈ જિલ્લા કોર્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત હોદ્દા મેળવવા માટે ઉમેદવારો વચ્ચે હોડ જામે છે.

આથી 26-11-2024 મતદાર યાદીનું નોટિસ બોર્ડ પર પ્રકાશન, વાંધા અરજી ચૂંટણી કમિશનર સમક્ષ રજૂઆત 28-11-2024થી 29-11-2024 સુધી સમય અપાશે.

ત્યારબાદ આખરી મતદાર યાદી 30-11-2024ના રોજ પ્રકાશિત કરાશે. તા.2-12થી 6-12 સુધી ઉમેદવારી ફોર્મ વિતરણ કરાશે.

ઉમેદવારી ફોર્મ ચકાસણી 9-12-2024ના રોજ હાથ ધરાશે. જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ 10-12-2024 સુધી રહેશે.

આખરી યાદી 11-12-2024ના રોજ જાહેર કરાશે. જ્યારે તા.20-12-2024ના રોજ સવારે 11થી સાંજે 4 કલાક સુધી મતદાન હાથ ધરાશે.

ચૂંટણી અધિકારી તરીકે દેવેન્દ્રસિંહ રાણા, સહ ચૂંટણી અધિકારી તરીકે પરબતસિંહ પરમારની નિમણૂક કરાઇ છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર