સુરેન્દ્રનગર આરટીઓ ઓફિસના ઇન્સ્પેકટરની સમય સૂચકતાથી રીક્ષા ચાલકનો જીવ બચ્યો

સુરેન્દ્રનગર આરટીઓ ઓફિસના ઇન્સ્પેકટરની સમય સૂચકતાથી રીક્ષા ચાલકનો જીવ બચ્યો

જેમાં ડોળિયાથી ચોટીલા તરફ જતા એક રિક્ષા અને ટ્રકનો અકસ્માત થતા રિક્ષા ચાલક સ્થળ ઉપર બેભાન થઇ ગયો હતો.

સુરેન્દ્રનગરના ડોળિયાથી ચોટીલા તરફ જતા એક રિક્ષા અને ટ્રકનો ગોઝારો અકસ્માત થતા રિક્ષા ચાલક સ્થળ ઉપર જ બેભાન થઇ ગયો હતો.

એ સમય દરમિયાન RTO ઓફિસના ઇન્સ્પેકટર એ.એ.પરમાર અને એસ.બી.વઘાસિયા રોડ પર ચેકીંગ કરી રહ્યા હતા.

ત્યારે આ અકસ્માતનો બનાવ ગંભીર હોય અને ડ્રાઇવરની હાલત બેભાન અવસ્થામાં હોય એમ્બ્યુલન્સ વાનની રાહ જોયા વગર બન્ને અધિકારીઓએ સહેજ પણ વિચાર્યા વગર ડ્રાઇવર રાકેશભાઈની મદદ લઇને પોતાના સરકારી વાહનમાં બેભાન રીક્ષા ચાલકને ચોટીલા હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

ડોક્ટરના પ્રયત્નથી રિક્ષા ચાલકનો જીવ બચી ગયો હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર