અરવલ્લીના બીઝેડ ગ્રુપની માફક બીકે ની નિર્માણનું કૌભાંડ : ઘ્રાંગધ્રાના એક ગામની ૧૦૦ મહિલાઓને ૭૩ હજારનું રોકાણ

approximately one crore rupees scam nirman multistate group.

અરવલ્લીના બીઝેડ ગ્રુપની માફક બીકે ની નિર્માણનું કૌભાંડ : ઘ્રાંગધ્રાના એક ગામની ૧૦૦ મહિલાઓને ૭૩ હજારનું રોકાણ.

ઘ્રાંગધ્રાના એક ગામની 100 મહિલાઓને 73 હજારનું રોકાણ કરાવ્યું , 98 હજાર આપવાનું કહી મુદ્દત વીતી છતાં મૂળ રકમ પણ ન આપી.

approximately one crore rupees scam nirman multistate group

અરવલ્લીના BZ ગ્રુપની માફક BKની નિર્માણનું કૌભાંડ :

ઘ્રાંગધ્રાના એક ગામની 100 મહિલાઓને 73 હજારનું રોકાણ કરાવ્યું, 98 હજાર આપવાનું કહી મુદ્દત વીતી છતાં મૂળ રકમ પણ ન આપી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે પોણા એક કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

જેમાં નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

જયારે રાજ્યમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે પોણા એક કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

જેમાં નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

જયારે રાજ્યમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

જેમાં ધ્રાંગધ્રા તાલુકાના એક જ ગામની 100થી વધુ મહિલાઓ શિકાર બની હોવાનું સામે આવ્યું છે.

આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચાવડાએ જણાવ્યું કે, આ અંગેની વિગત મળતા અમે તપાસ ચાલુ કરાવી છે, જેમાં ધ્રાંગધ્રા શહેરમાં આવેલી પ્રસિદ્ધિની ઓફિસ પણ પાછલા ઘણા સમયથી બંધ હોવાનું હાલ જાણવા મળ્યું છે, બાકી આગળની તપાસ હાલ ચાલુ છે.

6 મહિને 98 હજાર આપવાનું કહી છેતરપિંડી

ગુજરાત રાજ્યમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

જેમાં નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂ. 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

જેમાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામની 100 જેટલી મહિલાઓ શિકાર બનાવી એક જ ગામમાંથી રૂ.પોણા એક કરોડનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે.

વીમાના એક હજાર પણ લીધા

મહિલાઓ પાસે દર વર્ષે રૂ. 12,000 લેખે છ વર્ષના રૂ. 72,000 રોકડા અને રૂ. 1,000 વીમાના મળી કુલ રૂ. 73,000નું રોકાણ કરી એમને પછી રૂ. 98,000 પાછા આપવાનો વાયદો કર્યો હતો .

એ માટે એજન્ટો રોકી ગુજરાતભરમાં એમની શાખાઓ હોવાની સાથે ધ્રાંગધ્રામાં પણ એમની ઓફિસ હોવાનું જણાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

ધ્રાંગધ્રા ઓફિસે તાળું લાગ્યુ એજન્ટોએ હાથ અધ્ધર કર્યા

આ સ્કીમને છ વર્ષ વીત્યા બાદ રોકાણકાર મહિલાઓ એમના રૂ. 98,000 પાછા લેવા જતા એમની ધ્રાંગધ્રા ઓફિસે તાળું હોવાની સાથે એજન્ટોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા.

આથી મહિલાઓ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આ ફ્રોડ કંપની વિરુદ્ધ લેખિત અરજી આપતાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.”,

બનાસકાંઠાની એક કંપનીએ ફ્રોડ કર્યું

અરવલ્લીની Bz કંપની બાદ બનાસકાંઠામાં પણ એક કંપનીએ ફ્રોડ કર્યું હોવાની ચર્ચાઓથી ચકચાર મચી છે.

વડગામ તાલુકાના મજાદર ગામના દંપતીએ પ્રસિધ્ધિ નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોપરેટીવ સોસાયટી લિમિટેડ નામની કંપની બનાવી હતી.

કંપનીમાં અનેક લોકોને રોકાણ કરાવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

મજાદર ગામના દંપતી રમણભાઈ કરશનભાઈ અને તેમના પત્ની તેજલબેન રમણભાઈએ લોકો સાથે ફ્રોડ કર્યાની વાયુવેગે ચર્ચા ચાલી રહી છે.

લોકોના ઇન્વેસ્ટમાંથી અલગ અલગ જગ્યાએ ઓફિસો બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાલનપુરમાં પણ સંસ્કૃત બિલ્ડિંગમાં આવેલી છે, પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની ઓફિસ આવેલી છે.

જો કે, ઓફિસ પર છેલ્લા કેટલાક દિવસથી તાળા લાગ્યા છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર