સીબીએસઈ બોર્ડની થિયરી પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી , જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષાઓ પહેલી જાન્યુઆરીથી શરૂ થશે, જુઓ ગાઈડલાઈન
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં યોજાવાની છે.
બોર્ડના કાર્યક્રમ અનુસાર, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે.
જેમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી 2025થી લેવામાં આવશે. જ્યારે થિયરી પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે.
14 ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રેક્ટિકલ પરીક્ષાઓ : સીબીએસઈ બોર્ડની થિયરી પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી
CBSE ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી, 2025થી શરૂ થશે અને 14 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે.
જેમાં પ્રાયોગિક પરીક્ષાઓ, પ્રોજેક્ટ વર્ક અને આંતરિક મૂલ્યાંકન યોજાશે.
જોકે, CBSEની પ્રેક્ટિકલ પરીક્ષાઓને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે, ત્યારે બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
શાળાઓએ માર્કસ અપલોડ કરવાના રહેશે : સીબીએસઈ બોર્ડની થિયરી પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી
પ્રેક્ટિકલ પરીક્ષાની માર્ગદર્શિકા મુજબ, શાળાઓએ માર્કસ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
શાળાઓએ વિદ્યાર્થીઓના માર્કસ બોર્ડની વેબસાઈટ પર પરીક્ષાના દિવસે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.
બોર્ડે શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાઓ તેમજ માર્ક્સ અપલોડ કરવાની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, માર્ક્સ અપલોડ કરવાની તારીખ લંબાવવામાં આવશે નહીં.
ભારતમાં અને વિદેશમાં એક સાથે યોજાશે પરીક્ષાઓ : સીબીએસઈ બોર્ડની થિયરી પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી
CBSE બોર્ડની પરીક્ષા ગાઇડલાઇન મુજબ, ભારત સહિત અન્ય દેશોમાં CBSE બોર્ડની સંલગ્ન શાળાઓમાં ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી 2025થી એક સાથે યોજાશે.
પ્રાયોગિક પરીક્ષા માટે બાહ્ય પરીક્ષકની નિમણૂક કરવા સાથે ઉત્તરવહીનું સમયપત્રક મુજબ વિતરણ કરવામાં આવશે.
બોર્ડે સેમ્પલ પેપર બહાર પાડ્યો
CBSE બોર્ડ દ્વારા સેમ્પલ પેપર પહેલાથી જ બહાર પાડવામાં આવ્યું છે.
આ સેમ્પલ પેપરમાં વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાની પેટર્ન અને માર્કિંગ સિસ્ટમ વિશે સચોટ માહિતી આપવામાં આવી છે.
આનાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં આવતા પ્રશ્નોની પ્રકૃતિ અને સમય સમજવામાં પણ મદદ મળે છે.
આવી સ્થિતિમાં, જે વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પરથી CBSE બોર્ડનું સેમ્પલ પેપર ડાઉનલોડ કરી શકે છે.
વિદ્યાર્થીઓએ CBSE સેમ્પલ પેપર ડાઉનલોડ કરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
33 ટકા માર્ક્સ જરૂરી
CBSE બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ માટે થિયરી પરીક્ષામાં સફળ થવાની સાથે પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
જો કોઇ વિદ્યાર્થી થિયરી પરિક્ષામાં પાસ થયો હોય પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થયો હોય તો તેને નાપાસ જ ગણવામાં આવશે.
નોંધનીય છે કે, CBSE બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીને તમામ વિષયોમાં 33 ટકા માર્ક્સની જરૂર હોય છે.