બાંગ્લાદેશની ચલણી નોટો પરથી મુજીબુર રહેમાનની તસવીર હટાવાશે , યુનુસ સરકારનો મોટો નિર્ણય

બાંગ્લાદેશની ચલણી નોટો પરથી મુજીબુર રહેમાનની તસવીર હટાવાશે , યુનુસ સરકારનો મોટો નિર્ણય

વડાપ્રધાન પદેથી શેખ હસીનાની હકાલપટ્ટી બાદથી બાંગ્લાદેશમાં સ્થિતિ દરરોજ વણસતી જઈ રહી છે.

આ દરમિયાન બાંગ્લાદેશે તેની ચલણી નોટોમાંથી બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને સંસ્થાપક તથા બંગ બંધુ તરીકે જાણીતા મુજીબુર રહેમાનની તસવીર હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

નવી નોટોનું છાપકામ શરૂ… 

માહિતી મુજબ બાંગ્લાદેશ બેંકમાં નવી નોટો છાપવામાં આવી રહી છે.

જેમાં આ વર્ષે જુલાઈ મહિનામાં થયેલા વિદ્યાર્થીઓના આંદોલનની ઝલક સામેલ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ આંદોલને શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પાડી હતી.

ત્યારપછી મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વચગાળાની સરકારે આપી સૂચનાઓ 

કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર રુપિયા 20, 100, 500 અને 1,000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ વચગાળાની સરકારના નિર્દેશ પર કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, નવી નોટોમાં ‘બંગબંધુ’ શેખ મુજીબુર રહેમાનનો ફોટો નહીં હોય.

નવી નોટોમાં શું ખાસ હશે 

નવી નોટોમાં ધાર્મિક સંરચના, બંગાળી પરંપરાઓ અને જુલાઈ ચળવળ દરમિયાન બનાવવામાં આવેલી ‘ગ્રેફિટી’નો સમાવેશ થશે.

બાંગ્લાદેશ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હુશનારા શિખાએ કહ્યું, ‘એવી અપેક્ષા છે કે આગામી છ મહિનામાં નવી નોટો બજારમાં આવી જશે.’

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર