લખતરના વણા ગામે બે દેશી દારૂની ભઠ્ઠી પર એલ.સી.બી. નો દરોડો
બંને દરોડામાં કુલ ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમનો સ્ટાફ લખતર તાલુકાના વણા ગામે પેટ્રોલીંગમાં હોય તેવા સમયે બાતમીના આધારે લરખડિયા તરફ જવાના માર્ગે દરોડો કરી દેશી દારૂ 10 લીટર કિંમત 2000/- રૂપિયા તથા આથો 300 લીટર કિંમત 7500/- રૂપિયા સાથે જીતુભાઈ નગરભાઈ કુરિયા તથા સુનીલ મનસુખભાઇ કોડિયાને ઝડપી લઈ બંને પાસેથી બે નંગ મોબાઇલ કિંમત 10000/- રૂપિયા તથા એક બાઈક કિંમત 25000/- રૂપિયા એમ કુલ મળી 44500/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ તરફ અન્ય એક દરોડો વણા ગામના નેહદા પાટી સીમ વિસ્તારમાં કેનાલ નજીકથી 1300 લીટર દેશી દારૂનો અસ્થી કિંમત 32500/- રૂપિયાનો જપ્ત કરી હાજર નહિ મળી આવેલ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા મનહરસિંહ રાણા વિરૂદ્ધ ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.