Search
Close this search box.

મૂળીના ખંપાળીયા ગામે ગેરકાયદેસર કોલસાના કૂઆ પર દરોડો : વહીવટીયા ખેલનો આક્ષેપ

મૂળીના ખંપાળીયા ગામે ગેરકાયદેસર કોલસાના કૂઆ પર દરોડો : વહીવટીયા ખેલનો આક્ષેપ

ખાણ ખનીજ વિભાગ પર લાખોનો તોડ કરાયો હોવાની ચર્ચા

સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાના ગેરકાયદેસર ખનન અટકવાનું નામ નથી લેતું .

અટકે પણ કેમ કારણ કે અહી આ ગેરકાયદેસર ધંધો ચાલવા દેવા માટે તંત્રને પણ ફાયદો જ છે .

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષ અગાઉ થાનગઢ, મૂળી અને સાયલા ખાતે કરોડોના ખર્ચે ગેરકાયદેસર કોલસાની બે હજાર ખાણો પૂરવામાં આવી હતી .

પરંતુ હાલ આ તમામ ખાણો ફરીથી શરૂ થઈ ચૂકી છે .

ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા મૂળી અને થાનગઢ પંથકમાં ચાલતી કોલસાની ખાનો પર દરોડા કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી રહ્યા છે .

તેવામાં શનિવારે મોડી રાત્રે મૂળી તાલુકાના ખંપાળીયા ગામે સીમ વિસ્તારમાં પણ ખનિજ વિભાગ દ્વારા દરોડો કરાયો હતો .

પરંતુ આ દરોડામાં ખનિજ વિભાગના કર્મચારીઓ સામે વહીવટ કર્યો જીવન આક્ષેપ થયા છે .

જેમાં ખંપાળીયા ગામે સીમ વિસ્તારમાં ચાલતી આશરે 40થી વધુ કોલસાની ગેરકાયદેસર ખાણ પર શનિવારે ખનિજ વિભાગ દ્વારા દરોડો કરી મોટાભાગના કૂવાની ચરખી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .

પરંતુ બાદમાં ખનિજ છભગના એક કર્મચારી દ્વારા રાત્રે જ વહીવટ નો ખેલ પાડી 8થી 10 જેટલી ખાણોનો મુદ્દામાલ જપ્ત કરાયો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ત્યારે સોત્રો પાસેથી તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે ખનિજ વિભાગના કર્મચારી દ્વારા કોલસાના કૂવા ઝડપી લીધા બાદ એક કૂવા દીઠ વિશ હજાર રૂપિયાનો વહીવટ કરી કાર્યવાહી દેખાડવા માટે 8થી 10 કૂવાની ચરખી જપ્ત કરી હતી .

જે બાદ ખનિજ વિભાગ દ્વારા વહીવટનો મામલો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો.

ઘટનાના કલાકો બાદ પર પોલીસ ફરિયાદ થઈ નથી : મૂળીના ખંપાળીયા ગામે ગેરકાયદેસર કોલસાના કૂઆ પર દરોડો

મૂળી તાલુકાના ખંપાળીયા ગામે શનિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ જિલ્લા ખાણ ખનિજ વિભાગે દરોડો કરી વહીવટીયો ખેલ પાડયો હતો .

પરંતુ કામગીરી દર્શાવવા માટે આશરે 8થી દશ કોલસાના કૂવા પરથી મુદ્દામાલ ઝડપી પાડયો .

છતાં પણ પોલીસ ચોપડે કલાકો સુધી ખનિજ માફિયા વિરૂદ્ધ ગુન્હો નોંધાયો ન હતો.

જ્યારે આ મુદ્દામાલ બિનવારસી પકડ્યો હોવાથી ફરિયાદ નહિ થઈ હોવાનું જણાવાયું છે.

ખંપાળીયા ગામે વહીવટી દરોડા બાદ ખાણ ખનિજ વિભાગના કર્મચારી ડાભી પર ગેરકાયદેસર કૂવા દિઠ વીસ હજાર રૂપિયાનો તોડ કર્યા હોવાના ગંભીર આક્ષેપ થયા હતા .

જેને લઇ મોડી રવિવારે મોડી રાત સુધી આ કર્મચારીનો ફોન બંધ હોવાથી સંપર્ક થઈ શક્યો ન હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર