Search
Close this search box.

‘ધનખડનું વલણ પક્ષપાતી, ક્યારેક પોતાને આર.એસ.એસ. ના એકલવ્ય ગણાવે છે…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે બગડ્યાં

‘ધનખડનું વલણ પક્ષપાતી, ક્યારેક પોતાને આરએસએસના એકલવ્ય ગણાવે છે…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે બગડ્યાં

વિપક્ષી INDIA ગઠબંધના નેતાઓએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખગગેએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ રક્યા હતા.

અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો અફસોસની વાત : ખડગે

ખડગેએ કહ્યું કે, ‘સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું કે, હું કોઈપણ પક્ષનો નથી, પરંતુ અફસોસની વાત એ છે કે બંધારણ અપનાવવાના 75માં વર્ષે આપણે રાજ્યસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો પડ્યો છે.’

‘અમારે મજબૂરીમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો’

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનું આચરણ પદની ગરીમાને અનુકુળ નથી. તેઓ ક્યારેક કેન્દ્ર સરકારના ગુણગાન ગાવા લાગે છે, તો ક્યારેક પોતાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એકલવ્ય ગણાવે છે. તેઓ વિરોધ પક્ષો સાથે પક્ષપાતી વ્યવહાર કરે છે, તેથી જ અમારે મજબૂરીમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો છે.’

વિપક્ષી નેતાઓને બોલવાથી ન અટકાવી શકાય : ખડગે

તેમણે કહ્યું કે, ‘વિપક્ષી નેતાઓને બોલવાથી ન અટકાવી શકાય. રાજ્યસભાના અધ્યક્ષ હોવા છતાં ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. તેમના વર્તનથી દેશની ગરિમાને નુકસાન થયું. અમારી તેમની સાથે કોઈ ખાનગી દુશ્મની નથી. આજના સમયમાં ગૃહમાં વધુ રાજકારણ રમાઈ રહ્યું છે. સભાપતિએ નિષ્પક્ષ રહેવું જોઈએ. ધનખડ સરકારના પ્રવક્તા બની ગયા છે.’

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર