સુરેન્દ્રનગરના વઢવાણ પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનીજચોરી પર રેડ કરી રૂપિયા ૨.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
જેમાં પ્રાંત અધિકારીએ ઓચિંતી ખનીજ ચોરી પર વોચ રાખી લખતર વઢવાણ હાઇવે પરથી ગેરકાયદેસર ખનીજચોરી કરી વહન થતા આઠ ડમ્પરો ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ઘરી હતી.
આ દરોડામાં ડમ્પર ચાલકો ડમ્પર મુકી ફરાર થઇ ગયા હતા.
જ્યારે પોલીસ વિભાગની ટીમે ડમ્પરોનો કબ્જો લઇ કાર્યવાહી હાથ ઘરી હતી.
અને આ જપ્ત કરેલા ડમ્પર નંબરના આધારે પોલીસે ડમ્પર માલિકોની શોધખોળ હાથ ધરી છે.
ત્યારે સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગને અંધારામાં રાખી વઢવાણ પ્રાંત અધિકારીની ટીમે ખનીજ ચોરી પર રેડ કરી રૂપીયા બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા ખાણખનીજ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠયા હતા.
હાલ તો વઢવાણ પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનીજચોરી પર રેડ કરી રૂપીયા 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા ગેરકાયદે ખનીજ ચોરી કરતા શાખશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.