પાટડી ખાતે જાહેરમાં જુગાર રમતાં ૭ શખ્સોને એલસીબી ટીમે ઝડપી લીધા
રોકડ તથા મોબાઇલ સહિત 43920/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પરીક્ષિતસિંહ ઝાલા, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ પાટડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય , તેવા સમયે સર્કિટ હાઉસ પાછળના વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમ દ્વારા દરોડો કરી સાત જેટલા ઇસમોને ગંજી પાના વડે જુગાર રમતા ઝડપી લીધા હતા.
જેમાં અયુબખાન અનવરખાન મલેક, સૈયદ સલીમભાઈ ધવલભાઈ, દશરથભાઈ કાંતિભાઈ ઝીંઝુવાડિયા, લક્ષ્મણભાઈ જીવાભાઈ ઠાકોર, સુરેશ મહાદેવભાઈ રાઠોડ, ડુંગરભાઈ માધાભાઇ ચાવડા તથા સુરેશભાઈ રતિલાલ રાઠોડને રોકડ 23,420/- રૂપિયા તથા 5 નંગ મોબાઇલ કિંમત 20,500/- રૂપિયા સહિત કુલ 43,920/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.