લીંબડી હાઈવેથી ભલગામડા ગેટ સુધી બનનારા આઈકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
સ્ટ્રીટ લાઈટ, બાકડા, ડિવાઈડરમાં કુદરતી દ્રશ્યો સહિતની સુવિધા મળશે
લીંબડી હાઈવેથી ભલગામડા ગેટ સુધી આઈકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત વિવિધ જીવીપી પોઈન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રોડ નજીક સ્ટ્રીટ લાઈટ, ડસબિન, બાકડા, ડિવાઈડરમાં કુદરતી દ્રશ્યો, ફૂટપાથ સહિતની સુવિધા લોકોને મળશે તેવો આશાવાદ છે.
લીંબડી નગરપાલિકા દ્વારા નેશનલ હાઈવેથી અઢી આખરી મેલડી માતાના મંદિર અને ત્યાંથી ભલગામડા ગેટ સુધી 41 લાખના ખર્ચે આઈકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત વિવિધ જીવીટી પોઈન્ટનું સુધરાઈ પ્રમુખ રઘુભાઈ પટેલ, કારોબારી ચેરમેન દલસુખભાઈ ચૌહાણ, મહેન્દ્રસિંહ ઝાલા સહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આઈકોનિક રોડ નજીક સ્ટ્રીટ લાઈટ, ડસબિન, બાકડા, ડિવાઈડરમાં કુદરતી દ્રશ્યો, ફૂટપાથ સહિતની સુવિધા લોકોને મળશે તેવો આશાવાદ છે.
આ પ્રસંગે શહેર યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ પટેલ, ઈજનેર અનિકેત સોની સહિતના હાજર રહ્યા હતા.