ઠાકોર સાહેબનાં નિધનના સમાચાર બાદ બજારો સજ્જડ બંધ રહ્યા 

ઠાકોર સાહેબનાં નિધનના સમાચાર બાદ બજારો સજ્જડ બંધ રહ્યા

લખતર ઠાકોર સાહેબનો દેહ પંચમહાભૂતમાં વિલિન

ઠાકોર સાહેબનાં નિધનના સમાચાર બાદ બજારો સજ્જડ બંધ રહી

લખતરના ઠાકોર સાહેબનું નિધન થયું છે. ત્યારબાદ તા.16-12-24ના રોજ અંતિમ યાત્રા યોજાઇ હતી.

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

તો બાપુ સાહેબની પાલખીના દર્શન કરતા પણ મોટી સંખ્યામાં ગ્રામજનો જોવા મળ્યા હતા.

તેમના પૂર્વજોની સ્માધિસ્થળ નજીક જ ઠાકોર સાહેબના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

તો રાજવી (ઠાકોર સાહેબ)ના નિધનથી વેપારીઓએ શોક પાળ્યો હતો.

રાજવીના નિધનથી લખતર શહેર શોકમગ્ન બન્યું હોય તેવી તસવીરો સામે આવી હતી.

લખતરના ઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઝાલાનું નિધન થયાના સમાચાર શહેરમાં ફેલાતાં જ લખતર શોકમગ્ન બન્યું હતું.

પોતાના રાજવીના નિધનથી વેપારી આલમે પણ શોક પાળ્યો હતો.

શહેરની બજારો, બસ સ્ટેન્ડ વિસ્તારમાં દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી.

પહેલાંના જમાનામાં લખતર-થાન રાજ્ય(સ્ટેટ) કહેવાતું હતું.

આ રાજ્યનાં પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી બાપુરાજ હતા.

તેઓ દ્વારા થાનમાં આવેલ વિશ્વવિખ્યાત તરણેતર મહાદેવના મંદિરનાં રિનોવેશનનું કામ કરાવાયું હતું.

જે આજે પણ તરણેતર મહાદેવમાં તકતી દર્શાવે છે.

ત્યારે તેઓનાં વંશજમાં સમાવિષ્ટ એવા બલભદ્રસિંહ આઇ. ઝાલા જેઓ હાલના લખતરના ઠાકોર સાહેબ હતા.

બલભદ્રસિંહ પોતે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

તેઓએ વિદ્યાર્થી નવનિર્માણ આંદોલન સમયે રાજીનામું પણ આપી દીધું હતું.

લખતરની ચિંતા કરી પુરાતત્વ વિભાગને ગઢની જાળવણી કરવા લખ્યો હતો .

ઠાકોર સાહેબ બળભદ્રસિંહજી ઝાલા ઉંમર થઈ ગઈ હોવા છતાં લખતર માટે સદાય ચિંતિત રહેતા હતા.

તેઓએ પુરાતત્વ વિભાગને પત્ર લખ્યો હતો.

જેમાં તેઓએ લખતર શહેર ફરતે આવેલ લખતરના નજરાણા સમો સવાસો વર્ષ કરતા વધુ પૌરાણિક કિલ્લો પુરાતત્વ વિભાગ વિકસાવે તેવો ઉલ્લેખ પણ પત્રમાં કરવામાં આવ્યો હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર