સુરેન્દ્રનગર પીજીવીસીએલ ના નાયબ ઇજનેર પાંચ હજારની લાંચ લેતા ઝડપાયા
વર્ષ અગાઉ ધ્રાંગધ્રાના રત્નાબેન ચૌધરી પણ 1.54 લાખની લાંચમાં ઝડપાયા હતા
સુરેન્દ્રનગર પી.જી.વી.સી.એલ કચેરીના નાયબ ઇજનેરને સુરેન્દ્રનગર એ.સી બીના અધિકારીના છટકામાં ઝડપાયા છે. જેમાં એક જાગૃત નાગરિકના મોટાબાપુને ખેતરમાં વીજ કનેક્શન મેળવવા બાબતે વઢવાણ પી.જી.વી.સી.એલ કચેરી ખાતે અરજી કરી હતી જે વીજ કનેક્શન લેવા માટે વઢવાણ નાયબ ઇજનેર પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલ સાથે વાતચીતમાં કનેક્શન આપવા માટે રૂપિયા પાંચ હજારની માંગ કરી હતી જેથી જાગૃત નાગરિક દ્વારા સુરેન્દ્રનગર એ.સી.બી કચેરીના પીઆઇ એમ.ડી.પટેલનો સંપર્ક કરતા ઈનચાર્જ મદદનીશ અધિકારી કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ નાયબ ઇજનેરને લાંચ આપવા માટેનું છટકું ગોઠવાયું હતું અને અંતે આ લાંચિયો અધિકારી એ.સી.બીના છટકામાં સપડાતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ એટલે કે ગત જાન્યુઆરી મહિનામાં ધ્રાંગધ્રા પી.જી.વી.સી.એલ કચેરીના નાયબ ઇજનેર રત્નાબેન ચૌધરી પણ વચેટિયા મારફતે 1.54 લાખની લાંચ લેતા ગાંધીધામ એ.સી.બીના હાથે ઝડપાયા બાદ ત્રણ મહિના સુધીનો જેલવાસ ભોગવી ચૂક્યા હતા. ત્યારે લાખોનો સરકારી પગાર હોવા છતાં પણ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગરીબ પ્રજાને લૂંટતા આવા અધિકારીઓને કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પાણી છે.