ધ્રાંગધ્રા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે ત્રીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું
શહેરની પ્રજાને સુખાકારી માટે પ્રાથમિક સુવિધા જરૂરી: પ્રકાશભાઈ વરમોરા
રાજ્ય સરકાર દ્વારા પ્રજાને સુખાકારી જીવન માટે દરેક પ્રકારની પ્રાથમિક સુવિધા આપવા કટિબધ્ધ રહી છે તેવામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ થકી છેવાડા માનવીને લાઇટ, પાણી અને શિમ રસ્તાની સુવિધા મળે તે માટેના હંમેશા પ્રાથમિક પ્રયાસ હાથ ધરાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફાળવેલી 30 કરોડની ગ્રાન્ટમાંથી ધ્રાંગધ્રા શહેરને વધુ સુંદર અને સુવિધા યુક્ત બનાવવા માટે કામોનું ખટ મુહૂર્ત હાથ ધરાયું હતું. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ હાથ ધરાયો હતો જેમાં ધ્રાંગધ્રાની કલ્પના ચોકડીથી શહેર તરફ આઇકોનિક રોડ બનાવવા, ઘન કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ નિર્માણ કરવા, આર.સી.સી ગટરનું નિર્માણ, ડમ્પીંગ સાઇટ પર દિવાલનું કામ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે સોડા એશની જાણીતી કંપનીના સહયોગથી પાવર હાઉસ સર્કલથી ડી.સી.ડબલ્યુ ફાટક સુધી રોડના રિફ્રેસિંગનું કામનું ખાતમુહૂર્ત પણ હાથ ધર્યું હતું આ સાથે ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સતત પ્રગતિની સાથે વિકસી રહ્યો છે જેથી દર ઉનાળાની સીઝનમાં પાણીનો પ્રશ્ન ખુબજ સતાવી રહ્યો હોય જે અંગે શહેરની જુદી જુદી જગ્યા પર રાજ્ય સરકારની અમૃત યોજના થકી 3 ઇ.એસ.આર, 8 સંપ, 2 પંપ રૂમ, 5.5 કિલોમીટરની રેઇઝિંગ મેઈન લાઇન અને 46.48 કિલોમીટરની ડિસ્ટિબ્યુશન લાઇન સહિતના કુલ 30 કરોડના કામોનું ખાતમુહૂર્ત હાથ ધરાયું હતું. ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા શહેરમાં સ્વછતા રાખવા માટે પ્રયાસ કરવા અંગે નગરપાલિકાને ટકોર કરી હતી. જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં જ્યાં ત્યાં ઉકરડા, સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ થતો અટકાવવા ગટરોમાં ગંદા પાણીનો યોગ્ય નિકાલ અને ખડે ગયેલ ભૂગર્ભ ગટરનું કામ યોગ્ય અને ચોકસાઈથી કરવા માટે સૂચનાઓ આપી હતી. ત્યારે આ 30 કરોડના કામોનું ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ, પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ, પ્રહલાદસિંહ પઢિયાર, હિરેનભાઈ, અશોકસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.