ભાવી પેઢીના ઘડતર થકી રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત તમામ શિક્ષકોને મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતીએ ઉજવાતા આજના ‘શિક્ષક દિવસ’ની શુભેચ્છાઓ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શિક્ષકદિન નિમિત્તે ગુરુવર્યો પ્રત્યેનું ઋણ ચૂકવવાની પરંપરાને અનુસરીને ‘શિક્ષક કલ્યાણ નિધિ’માં પોતાનો ફાળો અર્પણ કર્યો…
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ભારત’ વિઝનને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે પરંપરાગત શિક્ષણ પદ્ધતિને બદલે અત્યાધુનિક ‘સ્માર્ટ’ ટેકનોલોજી થકી અધ્યયનનો માર્ગ અપનાવ્યો છે. આ ઉપરાંત, ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં પાયારૂપ ભૂમિકા ભજવતા શિક્ષકો તૈયાર કરવા ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન’ની સ્થાપના કરી ગુજરાતે શૈક્ષણિક ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત કરી છે.
આજે શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગરની શાળાઓના બાળકોને શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
આ પ્રસંગે શાળાના બાળકો અને શિક્ષકો સાથે સંવાદ ખૂબ હર્ષપૂર્ણ રહ્યો.