ભાવનગર વિશેષ.. આજના સમાચાર..
* બોગસ કંપની/પેઢી ખોલીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરવાના કૌભાંડમાં ઈડી ની ભાવનગરમાં તપાસ.
* ભાવનગરમાં મોબાઈલ ફોનની ચોરી અને ચીલઝડપ કરતી ટોળકી ઝડપાઇ – ૨૭ મોબાઈલ ફોન સાથે સગીર સહિત ચારની ધરપકડ.
* ભાવનગરમાં શરદપૂનમ નિમિત્તે ઊંધિયું-દહીંવડાની ધૂમ ખરીદી – મીઠાઈ અને ફરસાણની દુકાનો પર લોકોની ભીડ.
* તલગાજરડા ખાતે મોરારીબાપુની ઉપસ્થિતિમાં નરસિંહ મહેતા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો.
* ભાવનગર ખાતે નવી બનેલી એસ.ટી. વિભાગીય કચેરીનું વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ.
* ભાવનગર રેન્જ પોલીસ અને વેપારી એસોસિએશન દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શરદોત્સવની ઉજવણી.
* ભાવનગર ખાતે આગામી હજયાત્રા માટે પસંદ થયેલા યાત્રીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપવા અંગેનો કેમ્પ યોજાયો.
* ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ યથાવત – મહત્તમ તાપમાન ૩૫.૦ ડિગ્રી.
* શેત્રુંજી ડેમમાં પાણીની સતત આવક – ડેમના ૨૦ દરવાજા ફરી એક ફુટ ખોલવામાં આવ્યા.
* ભાવનગરના કેથોલિક ચર્ચાની જગ્યાના હેતુફેર મામલે ચર્ચના ત્રણ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ અરજી કોર્ટે રદ્દ કરી.
* તસ્કરોએ મોક્ષમંદિરને પણ ન છોડ્યું – અક્વાડા મોક્ષમંદિરમાંથી ત્રણ ચુલ,ઇલેક્ટ્રિક મોટર,પતરા સહિતની ચીજવસ્તુઓની ચોરી.
* ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં તા. ૨૭ થી ૨૯ ઓકટોબર દરમિયાન સુરત માટે વધારાની ૧૩૫ બસ દોડાવાશે.