Search
Close this search box.

ગુજરાતમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર : જાણો પરીક્ષાઓનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર : જાણો પરીક્ષાઓનો સંપૂર્ણ કાર્યક્રમ

  • જામનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક અને મદદનીશ ઇજનેર સહિત ૨૦૦ પોસ્ટ ની ભરતી ની જાહેરાત નવેમ્બરમાં આવશે આવતીકાલે મળનારા જનરલ બોર્ડમાં મળશે લીલી ઝંડી. ૧૦૦ થી વધુ કર્મચારીઓને અઠવાડિયા દસ દિવસની અંદર મળશે નિમણૂક પત્ર
  • જુનાગઢ મહાનગરપાલિકાના તમામ પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. હાલમાં પ્રમાણપત્રો ચકાસણીનું કામ ચાલુ છે. અમુક કેડરનું ફાઇનલ મેરીટ લીસ્ટ ટૂંક સમયમાં જાહેર થશે
  • બીટગાર્ડ ની શારીરિક લાયકાત નું પરિણામ વન વિભાગ માંથી ગૌણ સેવા પસંદગી મંડળમાં પહોંચ્યું. હવે દિવાળી સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ
  • ૨૩૦૦ કંડકટરની પોસ્ટ માટે ડિસેમ્બરના અંતમાં યોજાશે પરીક્ષા. ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી ૧૦ – ૧૫ દિવસમાં તારીખનું કરશે એલાન. ૩૫૦૦૦ થી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. ૧૫ જાન્યુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ

  • જીપીએસસી ક્લાસ ૧- ૨ નવેમ્બર ૨૦૨૩ માં જાહેર થયેલા પરિણામ સામે હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા પછી હવે ગમે ત્યારે આવશે ચુકાદો. ૧૮૩ પોસ્ટ ના ફાઇનલ પરિણામ સામે હાઇકોર્ટના નિર્ણય તરફ સૌ કોઈની મીટ

  • જીપીએસસી ક્લાસ ૧- ૨ નું પરિણામ અંતે જાહેર.. ૭૪૩ થી વધારે ઉમેદવારો ઉત્તીર્ણ..

  • સીસીઈ માં એ અને બી ગ્રુપ ની પરીક્ષા નવેમ્બરના ત્રીજા અથવા ચોથા સપ્તાહમાં યોજાશે. અન્ય પરીક્ષાઓ ને ધ્યાનમાં લઈને કરાશે આયોજન
  • જા.ક્ર. ૨૧૪/ ૨૦૨૩ ૨૪ સિનિયર સર્વેયર, (સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ની કચેરી, મહેસુલ વિભાગ) ની જગ્યા ભરવા માટે પરિણામ બાદ લાયક ઠરેલ ૨ ગણા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ ૨૧ અને ૨૨ ઓક્ટોબર ના રોજ કરવામાં આવશે.

  • પોલીસ માં ભરતીને લઈ મહત્વના સમાચાર, વર્ષ ૨૦૨૬ સુધીમાં ભરતી કરાશે પૂર્ણ
    • વર્ષ ૨૦૨૬ સુધીમાં ભરતી પૂર્ણ કરવામાં આવશે તેમજ ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર – ડિસેમ્બરમાં પૂર્ણ કરાશે.વર્ષ ૨૦૨૫ ની જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરાશે,લેખિત પરીક્ષા ડિસેમ્બર-જાન્યુઆરીમાં પૂર્ણ કરાશે તેમજ ઓ.એમ.આર. પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધી જાહેર કરાશે.
  • વધુ માહિતી માટે ક્લિક કરો : જીપીએસસી વેબસાઇટ  અથવા ઓજસ પોર્ટલ 
PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર