Search
Close this search box.

૨૭ ચોગ્ગા, ૭ છગ્ગા… કિવી બેટરે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી, તોડ્યો કાંગારૂ બેટરનો વર્લ્ડ રેકોર્ડ

૨૭ ચોગ્ગા, ૭ છગ્ગા… કિવી બેટરે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી, તોડ્યો કાંગારૂ બેટરનો વર્લ્ડ રેકોર્ડ

ન્યૂઝીલેન્ડના ચાડ જૈસન બોવેસે વનડે ટૂર્નામેન્ટ ફોર્ટ ટ્રોફીની છઠ્ઠી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. ચાડે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેંટરબરીના બેટર ચાડ બોવેસે ઓટોગો સામે ઓપનિંગ કરી શાનદાર ઇનિંગ રમી હતી. તેણે બેવડી સદી ફટકારી ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ભારતના નારાયણ જગદીસનના રેકોર્ડને તોડી દીધો દીધો છે.

૧૦૩ બોલમાં ૨૦૦ રન

૨૩ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડના બેટર ચાડ બોવેસે લિસ્ટ-એ એક દિવસીય ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી ઝડપી સદી ફટકારી છે. કેંટરબરી કિંગ્સના ઓપનર ચાડે હેગલે ઓવલમાં ખૂબ જ ઓછા દર્શકો સામે ઓટાગો વોલ્ટ્સ સામે ફક્ત ૧૦૩ બોલમાં ૨૦૦ રન બનાવીને છેલ્લા રેકોર્ડને ૧૧ બોલમાં ધ્વસ્ત કરી દીધો.

ઓસ્ટ્રેલિયા અને ભારતીય ખેલાડીનો રેકોર્ડ તોડ્યો

ચાડ બોવેસે ઓસ્ટ્રેલિયાના અને સનરાઇઝર્સ હૈદરાબાદના શાનદાર બેટર ટ્રેવિસ હેડ નો રેકોર્ડ તોડી દીધો છે.  ટ્રેવિસે આ પહેલાં લિસ્ટ-એમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા માટે રમતાં ૧૧૪ બોલમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ અને તમિલનાડુના બોલર નારાયણ જગદીસને પણ ૨૦૨૨ માં વિજય હજારે ટ્રોફી મેચમાં અરૂણાચલ પ્રદેશ સામે ૧૧૪ બોલ પર ૨૦૦ રન બનાવ્યા હતાં.

ચાડ બોવેસે મેચમાં ૧૧૦ બોલનો સામનો કરતાં ૨૦૫ રન બનાવ્યાં, જેમાં ૨૭ ચોગ્ગા અને ૭ છગ્ગા સામેલ છે. તેનીસ બેવડી સદીની મદદથી ટીમને મોટો સ્કોર બનાવવામાં સફળતા મળી. ચાડ બાઉસ સિવાય મેચમાં જાકારી ફૉલ્કસે ૪૯ રનની ઇનિંગ રમી હતી. કેંટરબરીની ટીમે આ રીતે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૩૪૩ રન બનાવ્યા હતાં.

બોવેસની કારકિર્દી

જો બોવેસના ક્રિકેટની કારકિર્દીની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ માટે ૬ વનડે અને ૧૧ ટી૨૦ મેચ રમી છે. ફોર્ડ ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ઈતિહાસમાં બીજો ખેલાડી પણ બની ચુક્યો છે. પૂર્વ બ્લેક કેપ્સ બોલર જેમી હાઉ (૨૦૧૨ -૧૩ સિઝનમાં ૨૨૨) આવું કરનાર એકમાત્ર ખેલાડી હતો.

સૌથી ઝડપી લિસ્ટ-એ બેવડી સદી ફટકારનાર બેટર
બોલ
ચાડ બોવેસ ૧૦૩
ટ્રેવિસ હેડ ૧૧૪
એન જગદીસન ૧૧૪
PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર