રાજ્યપાલ શ્રી શ્રી દેવ્રતજીએ વિપુલ રાવલ અને શ્રી ભરત ગણાત્રાને માહિતી કમિશનર પદના શપથ લેવડાવ્યા
રાજભવનમાં રાજ્ય માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ
રાજભવનમાં આજે રાજ્યના માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર શ્રી વિપુલ રામપ્રસાદ રાવલ અને શ્રી ભરત જમનાદાસ ગણાત્રાને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.
રાજભવનમાં બૅન્કવેટ હૉલમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ શપથવિધિની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું.
શપથવિધિ સમારોહમાં મુખ્ય માહિતી કમિશનર શ્રી ડૉ. સુભાષચંદ્ર સોની, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી હરિત શુક્લ, માહિતી કમિશનર્સ શ્રી સુબ્રમણ્યમ ઐયર, શ્રી મનોજ પટેલ, શ્રી નિખિલ ભટ્ટ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.