ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો પર બાવળની ઝાડી નું સામ્રાજ્ય : અકસ્માતનો ભય
સિંગલ પટ્ટી રોડ પર બાવળ ઉગી નીકળ્યાં: અકસ્માતનો ભય
સુરેન્દ્રનગર, તા.23
રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા દર વર્ષે ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો પર ઉગી નીકળેલી બાવળની ઝાડીને કાપવા અને માર્ગોને ખુલ્લા કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.
કોન્ટ્રાક્ટ લાખો રૂપિયાનો હોય છે પરંતુ ખરેખર આ કોન્ટ્રાક્ટ અને તેના પાસ થતા બિલો માત્ર કાગળો પર જ હોય છે.
ભ્રષ્ટાચારી આ કોન્ટ્રાકટમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલી ભગતથી લાખોના બિલો કામ કર્યા વગર જ પાસ થઈ જાય છે.
જેમાં ધ્રાંગધ્રા પંથકના પણ કઈક આવી જ સ્થિતિ છે. ધ્રાંગધ્રા માંથ અને મકાન વિભાગ દ્વારા પણ દર વર્ષે ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગોમાં ઉગી નીકળેલા બાવળની ઝાડીઓને દુર કરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર કાગળો પર જ રહી જાય છે.
શહેરના નજીક આવતા વિસ્તારોમાં બાવળોની ઝાડીઓ હટાવાય છે પરંતુ દૂર અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર લગીરી કર્યા વગર જ બિલો પાસ થઈ જતાં હોવાનું નજરે તરે છે.
ત્યારે ગ્રામ્યના કેટલાક રહીશોને એક ગામથી બીજા ગામ તરફ જવા માટે આ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોના માર્ગનો ઉપયોગ કરતા હોય છે જેમાં ઉગી નીકળેલી બાવળની ઝાડીના લીધે ઢોર દિવસે પણ સામેથી આવતું વાહન નજરે પડતું નથી અને અકસ્માતનો ભય રહે છે .
ગ્રામ્ય વિસ્તારોના રહીશો દ્વારા તંત્ર પાસે જંગલ કટીંગ કરી કામગિરી વગર જ લાખોનું બિલ ખિસ્સામાં નાખતા કોન્ટ્રાક્ટરે સામે પગલાં ભરવાની માંગ કરાઇ છે.