Search
Close this search box.

સમારકામના કારણે બજાણા ફાટક ચાર દિવસ બંધ : વાહનો ડાયવર્ટ કરાશે

સમારકામના કારણે બજાણા ફાટક ચાર દિવસ બંધ : વાહનો ડાયવર્ટ કરાશે

માલવણ હાઇવે જવા માટે નાના વાહનો બજાણાથી પીપળી, જ્યારે મોટા વાહનો પાટડીથી વિરમગામ તરફ ડાયવર્ટ કરાશે

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા પાસે આવેલો રેલવે ફાટક 25થી 28 નવેમ્બર સુધી બંધ રહેનાર છે.

જેની જાણકારી રેલ્વે વિભાગ દ્વારા આપવામાં આવી છે.

પાટાના સમારકામના કારણે ફાટક બંધ રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.

માલવણ હાઇવે જવા માટે નાના વાહનો બજાણાથી પીપળી, જ્યારે મોટા વાહનો પાટડીથી વિરમગામ તરફ ડાયવર્ટ કરાશે

જે 25 નવેમ્બર સવારે 8 વાગ્યાથી 28 નવેમ્બર રાત્રે 9 વાગ્યા સુધી ફાટક બંધ રહેશે.

જે દરમિયાન માલવણ તરફ જવા માટે નાના વાહનોને બજાણાથી પીપળી તરફ પસાર થવા તથા મોટા વાહનોને પાટડીથી વિરમગામ તરફ ડાયવર્ટ કરવામાં આવનાર છે.

મહત્વનું છે કે, માલવણ હાઈવે કચ્છ, મોરબીને જોડતો હોવાથી 24 કલાક વાહનોથી ધમધમ તો રહે છે. આ હાઈવે પર પાટડી, દસાડા માર્ગથી રાજસ્થાન તરફથી આવતા મોટા વાહનોનો ઘસારો રહે છે. ત્યારે ફાટક ચાર દિવસ બંધ રહેતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. આ દરમિયાન સમસ્યા ન સર્જાય તે માટે બજાણા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

ઓવર બ્રિજની તાતી જરૂરિયાત

બજાણા રેલવે ફાટક પર અવારનવાર જયારે સમારકામ હાથ ધરવામા આવે ત્યારે મુખ્ય માર્ગ બંધ થઇ જવાથી ખેડૂતો સહીતના વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે. આથી વહેલી તકે આ રેલવે ફાટક પર તાકીદે ઓવર બ્રિજ બને તેવી માગ ઉઠી છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર