સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન થયેલ કોલસાને કાયદેસર કરવામાં લીઝ ધારકોનો ફાળો
વર્ષોથી સાચવી રાખેલી કોલસાની લીઝનો ઉપયોગ રોયલ્ટી વેચાણ માટે થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને સાયલા ખાતે ચાલતા કોલસાના કાળા કારોબારમાં કેટલાક તત્વો એવા પણ છે જે ગેરકાયદેસર ખનન થયેલ કોલસાને કાયદેસર બનાવવા માટેનું આખુંય કૌભાંડ પર પડે છે.
એટલે કે ગેરકાયદેસર કોલસો જમીનમાંથી કાઢીને તેને સરકારી ચોપડે કાયદેસર કરવા માટેનું આખું કૌભાંડ ચલાવી રહ્યા છે.
જેમાં વર્ષો પૂર્વે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની લીઝ આપવામાં આવી ત્યારે કેટલાક ઉપર સુધી વગ ધરાવતા લોકોએ આ લીઝ પાસ કરાવી લીધી હતી અને કોલસાની ધંધો કર્યો હતો .
પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોલસા પર કર વધારાને લીધે અમુક લોકોએ લીઝ બંધ કરાવી હતી . લાંબુ વિચારીને કૌભાંડ કરવાના ઇરાદે રાખેલી લીઝ ધારકો આજેય પોતાની લિઝનો દુરઉપયોગ કરી રોયલ્ટી વેચાણનો આખુંય કૌભાંડ ચલાવે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી બે હજારથી પણ વધુ કોલસાની ગેરકાયદેસર ખાણો માંથી દરરોજ હજારો ટન કોલસો કાઢવામાં આવે છે .
હજારો ટન કોલસો વેચાણ માટે ફરજિયાત અન્ય રાજ્યોમાં મોકલવો પડે છે .
જેથી અન્ય રાજ્યમાં નીકળવા માટે રોયલ્ટીની જરૂર પણ પડે છે .
પરંતુ ગેરકાયદેસર ખનન કરેલ ખનિજ એટલે કે કોલસાની લીઝ માટે પણ ખનિજ માફીયાઓ દ્વારા યુક્તિ અજમાવી લીઝ ધારકો પાસેથી રોયલ્ટી લઇ લેવાય છે.
જેના લીધે અન્ય રાજ્યની બોર્ડર પર કોલસો ભરેલ વાહન રોકવામાં આવતા નથી અને ગેરકાયદેસર કોલસાને કાયદેસર બનાવવામાં આવે છે.
આ ગેરકાયદેસર ખનન થકી કાઢવામાં આવેલ કોલસાને કાયદેસર બનાવવા માટે લીઝ ધારકો પણ દર મહિને લાખોનો ધંધો કરી લે છે.
જેમાં લીઝ ધારકોને રોયલ્ટી કાઢવા સમયે સરકારમાં કોલસાના પ્રતિ ટન 80 રૂપિયા ભરપાઇ કરવા પડે છે .
જેના બદલે લીઝ ધારકો ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા ખનિજ માફીયાઓ પાસેથી 300 રૂપિયા પ્રતિ ટન રોયલ્ટી વેચાણ કરે છે.
એમાંય જો રાજ્ય બહાર કોલસાની માંગ વધુ હોય અને રોયલ્ટીની જરૂરિયાત વધુ ઉદભવ થતી હોય તો લીઝ ધારકો પ્રતિ ટન 500 રૂપિયા પણ રોયલ્ટી વેચાણ કરે છે એટલે કે “ગર્જના ભાવે” રોયલ્ટી વેચાણ થાય છે.
આ તરફ આશરે 30 વર્ષથી ચાલતી કોલસાની લીઝમાં હાલ કોલસાનો એક ટુકડો નીકળતો નથી પરંતુ માત્ર રોયલ્ટી વેચાણનો ધંધો ચળવવા માટે લીઝ ધારકો વર્ષો જૂની લીઝ સાચવીને બેઠા છે.
લીઝ ધારકો દ્વારા જે પ્રકારે રોયલ્ટી વેચાણ થાય છે તે સમગ્ર કૌભાંડનું સત્ય સાથે જિલ્લા ખાણ ખનિજ વિભાગ વાકેફ છે પરંતુ “કૂવામાં હોય તો અવાળામાં આવે” તે કહેવતની માફક અહી બધું જ જોઈ જાણીને ચલાવવા દેવામાં આવે છે.
જેના લીધે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનો ભંડાર પણ ચોરી થાય છે અને ગુજરાત સરકારની તિજોરીને પણ મોટું નુકશાન થાય છે.