સુરેન્દ્રનગર : ‘કાળ’ બનીને દોડી રહ્યા છે ઓવરલોડેડ ડમ્પરો , જો અકસ્માત સર્જશે તો જવાબદાર કોણ ?
– ઓવરલોડ ડમ્પરો સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો સામેથી માતેલા સાંઢની જેમ નીકળતા હોવા છતાં પગલા લેવાતા નથી
ડમ્પરચાલકો મોટાભાગે પીધેલી હાલતમાં ઓવરલોડ મુદ્દામાલ ભરી પસાર થાય છે જેના કારણે અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
સુરેન્દ્રનગર : ‘કાળ’ બનીને દોડી રહ્યા છે ઓવરલોડેડ ડમ્પરો : તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતાં ભૂમાફીયાઓ બેફામ
ગુજરાતના સુરેન્દ્રનગરમાં તંત્રના કાયદાને સરેઆમ ઉલાળીયા કરતા અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના થાનમાં પણ ઓવરલોડ ડમ્પર ચાલકોએ હદ વટાવી છે.
રાત્રિ દરમિયાન ઓવરલોડ ડમ્પર દોડી રહ્યા છે રસ્તા પર
તંત્રનું જાહેરનામું છતાં પણ રાત્રિ દરમિયાન થાન પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણના ખોદકામ બાદ અવરલોડ ડમ્પર જાહેર રસ્તાઓ ઉપર દોડી રહ્યા છે.જો આ ઓવરલોડેડ ડમ્પર અકસ્માત સર્જશે તો જવાબદાર કોણ રહેશે?
શું તંત્ર દેખાવ પૂરતી કામગીરી કરી સંતોષ માની રહ્યું છે
તંત્ર દેખાવ પૂરતી કામગીરી કરી સંતોષ માની રહ્યું છે.ઉલ્લેખનિય છે કે લોકોના જીવ જોખમમાં મુકતા વાહનો સામે કડક કાર્યવાહી ક્યારે તે એક સળગતો સવાલ છે.