Accident Occurred Near Zamar On The Lakhtar Surendranagar Highway. A Young Man Tragically Died On The Spot
અધવચ્ચે કાળ ભરખી ગયો : લખતર-સુરેન્દ્રનગર હાઇવે પર ઝમર નજીક અકસ્માત સર્જાતા યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત
લખતર હાઇવે પર અકસ્માતોના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે .
ત્યારે ગત મોડી સાંજે ફરી લખતર સુરેન્દ્રનગર હાઇવે પર આવેલ ઝમર નજીક બાઇક અને કારનો અકસ્માત સર્જાતા લખતરના 21 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતુ.
લખતરના 21 વર્ષીય રવિકુમાર હસમુખભાઇ લખતરિયા ( પ્રજાપતિ ) સુરેન્દ્રનગર થી લખતર તરફ આવી રહ્યા હતા .
ત્યારે ઝમર નજીક પહોંચતા સામેથી આવી રહેલ કાર સાથે અકસ્માત સર્જાયો હતો.
જેમા રવીકુમારને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમા તેઓનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા .
ઘટનાની જાણ લખતર પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી .
ટ્રાફિક હળવો કરી મૃતકની લાશ ને પીએમ અર્થે પ્રાઇવેટ વાહન મારફત લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
લખતરનો મૃતક પ્રજાપતિ સમાજનો યુવક વઢવાણ ખાતે ગ્રામસેવકમાં ફરજ બજાવતો હતો તથા છ મહિના પહેલા તેની સગાઇ કરી હતી.
બે બહેનો વચ્ચે એકજ ભાઇ હોય જેનું અકસ્માતમાં મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
અકસ્માતના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી,લખતર એપીએમસી ના પુર્વ ચેરમેન સહીતના આગેવાનો સહિત લખતર પોલીસ કાફલો લખતર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતા.