સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના ભાગરૂપે પોલીસે ખાસ કોમ્બિંગ હાથ ધર્યું
જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધતાં આમ જીવન ઉપર અસર ઊભી કરી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એસપી ડૉ. ગીરીશ પંડયાની સૂચનાથી સુરેન્દ્રનગર સાથે અન્ય તાલુકાઓમાં પણ પોલીસે ફૂટ પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પોલીસ કોમ્બિંગ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોમાં ધાક બેસાડવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. શહેરના પોલીસ સ્ટેશનથી શહેરના મુખ્ય રોડ અને શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસ કોમ્બિંગ દરમિયાન શહેરની મુખ્ય શાક માર્કેટ પાસે લારીઓનો જમાવડો દૂર થયો હતો બાદમાં ફરી લારીઓનો જમાવડો જોવા મળ્યો હતો. પોલીસના ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.